AIની આડઅસરઃ ભીડને જોઈને ભૂરાયો થયો રોબોટ, કરી દેવાવાળી

China Robot Attack: ચીનમાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જે વીડિયો ચીની રોબોટનો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક કાર્યક્રમમાં રોબોટ ભીડમાં છે અને લોકોની તરફ આગળ વધી રહ્યો છે. લોકોની તરફ આગળ તો વધી રહ્યો છે પરંતુ જે લોકો તેની નજીક છે તેના પર હુમલો પણ તે કરી રહ્યો છે. કૃત્રિમ બુદ્ધિ લોકોને મુશ્કેલીમાં મૂકી શકે છે.

આ પણ વાંચો: Champions Trophy 2025: સેમિફાઇનલ પહેલા ભારતે આ મહત્વપૂર્ણ મેચ રમવી પડશે

કૃત્રિમ બુદ્ધિ લોકો માટે મુશ્કેલી
AI સફળ અને ફાયદાકારક છે. પંરતુ તેના ભયંકર પરિણામો વિશે પણ આપણે વિચારવું પડે. કારણ કે AI સમસ્યાઓ ઉભી કરી શકે છે. ચીનમાંથી એક ખૂબ જ આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. આ વીડિયોને જોઈને તમે કહી શકો છો કે રોબોટ હોય કે પછી કોઈ પણ કૃત્રિમ વસ્તુ તમને મુસીબતમાં મૂકી શકે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ચિનના એક કાર્યક્રમમાં રોબોટે અચાનક લોકો તરફ જવા લાગે છે અને હુમલો કરવા લાગે છે. ચીનમાં બનેલી આ ઘટનાએ AI ટેકનોલોજીની સુરક્ષા અને તેના સંભવિત જોખમો વિશે એક નવી ચર્ચાને જન્મ આપ્યો છે. તમને જણાવી દઈએ કે ક્વીન્સલેન્ડ યુનિવર્સિટીના સંશોધકો ડેબોરાહ બ્રાઉન અને પીટર એલર્ટને AI ની નકારાત્મક અસરો વિશે જણાવીને વિશ્વભરના લોકોમાં ચિંતા વધારી છે.