February 23, 2025

PM Modi France Visit: AI અન્ય ટેકનોલોજીઓથી અલગ છે, સાવચેત રહેવાની જરૂર: PM મોદી

PM Modi In France: PM નરેન્દ્ર મોદીએ આજે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે બહુપ્રતિક્ષિત AI એક્શન સમિટની સહ-અધ્યક્ષતા કરી. સમિટમાં PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, AI અન્ય ટેક્નોલોજીઓથી તદ્દન અલગ છે અને તેના વિશે સાવચેત રહેવાની જરૂર છે.

તેમણે કહ્યું, ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ખૂબ જ ઝડપી ગતિએ વિકાસ કરી રહ્યું છે. ભારત AIનું ભવિષ્ય બધા માટે સારું રહે તે સુનિશ્ચિત કરવા માટે પોતાનો અનુભવ અને કુશળતા શેર કરવા તૈયાર છે. ભારત AIને અપનાવવામાં અને ડેટા ગોપનીયતા માટે તકનીકી-કાનૂની આધાર બનાવવામાં પણ આગળ છે. અમે જાહેર હિત માટે AI એપ્લિકેશનો વિકસાવી રહ્યા છીએ. ભારતે તેના 1.4 અબજથી વધુ લોકો માટે ખૂબ જ ઓછા ખર્ચે સફળતાપૂર્વક ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે. AI-સંબંધિત મુદ્દાઓનો સામનો કરવા માટે આપણને વૈશ્વિક ધોરણોની જરૂર છે.

PM મોદીએ ઇમેન્યુઅલ મેક્રોનનો આભાર માન્યો
PMએ કહ્યું, ‘આ સમિટનું આયોજન કરવા અને તેના સહ-અધ્યક્ષતાપદ માટે મને આમંત્રણ આપવા બદલ હું મારા મિત્ર રાષ્ટ્રપતિ મેક્રોનનો આભારી છું.’ AI પહેલાથી જ આપણા અર્થતંત્ર, સુરક્ષા અને આપણા સમાજને ફરીથી આકાર આપી રહ્યું છે. આ સદીમાં AI માનવતા માટે કોડ લખી રહ્યું છે.