July 4, 2024

Shark Tank Indiaમાં આવી AI હાઇડ્રોજન કાર

શાર્ક ટેન્ક ઇન્ડિયાની ત્રીજી સીઝન આવી ગઈ છે, આ સીઝનના નવા નવા એપિસોડ આવી રહ્યા છે. શાર્ક ટેન્ક ઇન્ડિયાની ત્રીજી સીઝનમાં ઘણી નવીન પ્રોડક્ટ્સ જોવા મળી રહી છે. શોના તાજેતરના એપિસોડમાં હાઇડ્રોજન સંચાલિત AI કાર રજૂ કરવામાં આવી હતી. જોકે આ કારમાં હજુ ઘણું કામ કરવાનું બાકી હતું. એક તરફ શાર્ક આ કારથી પ્રભાવિત થયા તો બીજી તરફ આ કારને લઈને આવનારને સલાહ પણ આપી હતી. ચાલો જાણીએ આ કારની તમામ માહિતી.

AI હાઈડ્રોજન કાર
શાર્ક ટેન્ક ઇન્ડિયામાં હર્ષલ મહાદેવ નામનો વ્યક્તિ પોતાની કાર લઈને આવ્યો હતો. તેમણે પોતાને ભારતના પ્રથમ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ હાઈડ્રોજન આધારિત વાહન ઉત્પાદન સ્ટાર્ટઅપના સ્થાપક તરીકે ગણાવ્યો હતો. તમને જણાવી દઈએ કે હર્ષલે ઘરની પાછળના ગેરેજમાં માત્ર 18 મહિનામાં પોતાની કાર તૈયાર કરી હતી. શાર્ક ટેન્ક ઇન્ડિયામાં તેણે તેની કંપનીની 4 ટકા ઇક્વિટી માટે રૂપિયા 2 કરોડનું રોકાણ કરવાનું કહ્યું હતું. આ સમયે ટેસ્ટ ડ્રાઇવ કરવામાં આવ્યું હતું. અનુપમ, વિનીતા અને નમિતા હર્ષલ સાથે કારમાં બેસીને તેની ટેસ્ટ ડ્રાઈવ કરી હતી. કારની નવીનતાથી તમામ શાર્ક ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા હતા. આ પછી હર્ષલે તેની કાર બનાવવાની સફર વિશે માહિતી શાર્કને માહિતી આપી હતી. જો કે, શાર્ક આ કારને સારી રીતે સમજી શક્યા નથી કારણ કે આ ટેક્નોલોજી સાથે અન્ય ઘણી બ્રાન્ડ્સ પહેલેથી જ અસ્તિત્વમાં છે તેવું શાર્ક હર્ષલે જણાવ્યું હતું. તેમાંથી એક શાર્કએ હર્ષલને AI અને હાઈડ્રોજન કાર બંને પર અલગ-અલગ ફોકસ કરવાનું કહ્યું હતું.

આ પણ વાચો: Delhi: ડિવાઈસ કરશે કેન્સરના દર્દીનું ડિટેક્શન, AIIMSમાં AIથી ઈલાજ

હર્ષલની કારથી ખૂબ પ્રભાવિત
તમામ શાર્ક હર્ષલની કારથી ખૂબ પ્રભાવિત થયા હતા, પરંતુ તેને કોઈ ફાયદો થયો ના હતો. અનુપમે આ સમયે હર્ષલને કહ્યું કે તમે કારની એસેમ્બલી લાઇન કેવી રીતે તૈયાર કરશો અને તમારી કારને બ્રાન્ડ આઉટ કેવી રીતે કરશો. બીજી બાજૂ અમન ગુપ્તાએ હર્ષલને કહ્યું, ‘તું સારો માણસ છે, પરંતુ તમે બીજે ક્યાંક નોકરી મેળવો, તમારી કુશળતા સાથે અન્ય બ્રાન્ડ્સને મદદ કરો. તમે આમાં 8 થી 9 વર્ષનું રોકાણ કર્યું છે, કૃપા કરીને કંઈક બીજું કરો.

આ પણ વાચો: Vyommitra: વ્યોમમાં પગલાં પાડશે ‘વ્યોમમિત્રા’, એની કાર્યક્ષમતાથી ભલભલા ચોંકી જવાના