ધમકીભર્યા મેઇલ મામલે મોટો ખુલાસો – આરોપીની વેર ફેલાવવાની માનસિકતા, ISI કનેક્શન નથી ખૂલ્યું
મિહિર સોની, અમદાવાદઃ મતદાનના એક દિવસ પહેલાં શહેરની 36 શાળામાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળવા અંગે ક્રાઈમ બ્રાંચે મોટો ખુલાસો કર્યો છે. ધમકી આપવા પાછળનું કારણ લોકોમાં ભય ફેલાવવા અને મતદાનથી લોકો દૂર રહે તે આશયથી આ મેઈલ કરવામાં આવ્યો હતો. જો કે, મેઈલ પાકિસ્તારની આર્મી કેન્ટોનમેન્ટમાંથી થયો હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ સાથે જ મેઈલ પાછળ ISIનો હાથ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે, દિલ્હી સહિત અન્ય રાજ્યોમાં મળેલા મેઈલના તાર અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
ગુજરાતમાં લોકસભા ચૂંટણીના મતદાનના એક દિવસ પહેલાં એટલે કે 6 મેના રોજ અમદાવાદની 36 શાળાઓમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી હતી. આ ધમકીભર્યા મેઈલ અંગે તપાસ કરતા તે મેઈલ રશિયન સર્વર પરથી આવ્યો હતો. જેની તપાસ કરતા તેનું આઈપી એડ્રેસ પાકિસ્તાનના ફૈઝલાબાદ આર્મી કેન્ટોન્મેન્ટ હતું. જ્યાંથી મેઈલ કરનારા ISIના તૌહીદ લિયાકતના નામે આઈડી બનાવી આ મેઈલ કરવામાં આવ્યા હતા. આ સાથે જ હમાદ જાવેદ અને અદાન તૌફિકના નામ સામે આવી રહ્યા છે. જો કે, તે નામ સાચા છે કે ખોટા તે અંગે કોઈ જ માહિતી સામે નથી આવી. પરંતુ આ નામ અગાઉ હનિટ્રેપની તપાસમાં પણ સામે આવ્યું હતું. જેથી કેન્દ્રીય એજન્સીઓ પણ આ તપાસમાં જોડાઈ છે.
ક્રાઈમ બ્રાંચ અને અન્ય એજન્સીઓની તપાસમાં એક વાત સામે આવી છે કે, અમદાવાદ-દિલ્હી સિવાય અન્ય જે પણ રાજ્યોમાં ધમકીભર્યા મેઈલ આવ્યા હતા. આ અંગે તપાસ કરતા તે માત્ર મતદારોમાં ભય ફેલાવવા અને ચૂંટણીને પ્રભાવિત કરવા માટે ધમકી આપી હતી. જે સ્કૂલોમાં ધમકીભર્યો ઈ-મેઈલ tauheedl@mail.ru પરથી કરવામાં આવ્યો હતો. ટેક્નિકલ એનાલિસિસથી વધુ રિકવરી ઈ-મેઈલ tauheedl@gmail.com સામે આવ્યો હતો. જે ટ્રેસ કરતા પાકિસ્તાની કરતૂતનો પર્દાફાશ થયો હતો. જો કે, ઈ-મેઈલની તપાસમાં પાકિસ્તાની બ્રોડબેન્ડ નંબર +92346850xxxx રજિસ્ટર થયેલો છે, જે બ્રોડબેન્ડ નંબર NAYTEL કંપનીનો છે. આ નંબર પાકિસ્તાનના આર્મી ઓફિસર સાથે સંકળાયેલો છે. આ નંબર પરથી tauheedlના નામે એનક્રિપ્ટેડ ચેટ ગ્રુપ ચલાવાવમાં આવે છે. tauheedl નામના આ ગ્રુપમાં કટ્ટરતા ફેલાવવાની સામગ્રી અપલોડ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત HotMail, ShareNow, ShareThis એપ્લિકેશનનો પણ કરવામાં આવે છે. આ વધુ તપાસમાં Hammad javedનું x પર એકાઉન્ટ પણ મળી આવ્યું છે. આ x એકાઉન્ માં ઈન્ટેલિજન્સ ઓફિસરનું આઈડી હોવાનો પણ ખુલાસો થયો છે.
મહત્વનું છે કે, આ કેસમાં જે 3 નામ સામે આવ્યાં છે. તેમાંથી એક નામ અગાઉ હનિટ્રેપના ગુનામાં પણ સામેલ છે. જેથી હવે આ કેસની તપાસમાં કેન્દ્રીય એજેન્સીઓ પણ જોડાઈ છે. આ ધમકી આપવાના કેસમાં પાકિસ્તાન કનેક્શનમાં ISI કે કોઈ આતંકી સંગઠનની સંડોવણી છે કે નહીં તે મુદ્દે તપાસ શરૂ કરી હતી.