September 19, 2024

દ્રૌપદીનાં ચીરહરણ થતાં હોય તેવી મારી સ્થિતિઃ વિશ્વેશ્વરી ભારતી માતાજી

અમદાવાદઃ સરખેજ ભારતી આશ્રમના વિવાદમાં નવો વળાંક આવ્યો છે. વિવાદના બે દિવસ બાદ ઋષિ ભારતી અને વિશ્વેશ્વરી ભારતી માતાજી મીડિયા સામે આવ્યા છે અને તેમણે આ મામલે નિવેદન આપ્યું છે.

વિશ્વેશ્વરી ભારતી માતાજીએ શું કહ્યું?
વિશ્વેશ્વરી ભારતી માતાજીએ આ અંગે નિવેદન આપ્યું છે. બાળકીને લઈને વિશ્વેશ્વરી ભારતી માતાજીએ કહ્યું છે કે, ‘આ બાળકી તેમના ભાઈ છે. તેમના ભાઈના નિધન બાદ તેમણે જ બાળકીને સાચવી છે.’

આ ઉપરાંત આશ્રમમાંથી મળેલા મહિલાનાં વસ્ત્રો અને રમકડાં મામલે કહ્યું છે કે, ‘હું એક મહિલા છું એટલે આંતરવસ્ત્રો તો પહેરીશ જ ને. આશ્રમનો એમણે કબ્જો કર્યો તે વાત અલગ છે, ભલે કબ્જો લીધો પરંતુ મારા પર આવી રીતે આક્ષેપ કરવા નહોતા. દ્રૌપદીનાં ચીરહરણ જેવી અત્યારે મારી સ્થિતિ થઈ છે. હરિહરાનંદ ભારતી બાપુ મારા પિતા સમાન છે. એક બાપ દીકરી પર આવો આક્ષેપ કેવી રીતે કરી શકે. અમે આ મામલે અખાડાઓ સાથે બેઠક કરી છે અને અખાડાના સંતો અમારી સાથે છે. જ્યારે રૂમમાંથી મળેલા રમકડાં મારી ભત્રીજીનાં છે.’

ઋષિ ભારતીએ શું કહ્યું?
આ વિવાદ અંગે ઋષિ ભારતી બાપુનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યુ છે કે, ‘આ પ્રોપર્ટીનો નહીં અસ્તિત્વનો સવાલ છે. હું અલગ સમાજનો હોવાથી સરખેજ આશ્રમનો વિવાદ થયો છે. આશ્રમમાં અમુક સમાજના સંતોને જ આગળ વધારવાના પ્રયાસ થઈ રહ્યા છે. અખિલ ભારતીય અખાડા સમિતિ અમારી સાથે છે. કોર્ટનો જે નિર્ણય આવે એની રાહ જોવી જોઈએ. હું સંઘર્ષના બદલે સંવાદ કરવામાં માનું છું.’