December 23, 2024

અમદાવાદ પોલીસે કોમ્બિંગ નાઈટના બે સપ્તાહમાં જનતાને 93 લાખથી વધુ દંડ ફટકાર્યો

આશુતોષ,અમદાવાદ: રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અમદાવાદ પોલીસ દ્વારા કોમ્બિંગ નાઈટ કરવામાં આવી હતી. જે અમદાવાદ આરટીઓને ફળી છે. છેલ્લા બે સપ્તાહમાં અંદાજીત 93 લાખથી વધુ દંડ વસુલ કરવામા આવ્યો છે.

લાખો રૂપિયાનો દંડ
અમદાવાદમાં ગુનાખોરી રોકવા અને લોકો કાયદાનુ પાલન કરે તે હેતુથી રાજ્યભરમાં પોલીસ દ્વારા કોમ્બિંગનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં મોટી સંખ્યમાં આમ પ્રજાને દંડ ફટકારવામાં આવ્યો હોવાની બુમરાળ મચી હતી. દંડ ભરવા માટે આરટીઓમાં આમ જનતાએ સમગ્ર દિવસ લાઇનમાં ઉભા રહીને દંડ ભરવાની ફરજ પડી હતી. ત્યારે છેલ્લા બે સપ્તાહની વાત કરવામાં આવે તો અમદાવાદ આરટીઓ દ્વારા 93.74 લાખ રૂપિયાનો દંડ વસુલવામા આવ્યો છે.

આ પણ વાંચો: ભારતીય કોસ્ટગાર્ડએ SAR મિશનમાં 12 નાવિકોને ડૂબતા જહાજમાંથી બચાવ્યા

આરટીઓ અધિકારીએ આપી માહિતી
અમદાવાદના આરટીઓ અધિકારી જે જે પટેલે જણાવ્યું હતું કે પોલીસ દ્વારા જે કોમ્બિંગ નાઇટ શરૂ કરવામા આવી હતી. તેમાં 21 થી 30 નવેમ્બર સુધી 2200 લોકોએ મેમો ભર્યા હતા. જ્યારે ડિસેમ્બર મહિનાના ચાર દિવસમં 250 મેમોનો દંડ વસુલવામાં આવ્યો છે. એમ કુલ 2450 જેટલા મેમોનો દંડ વસુલવામા આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આરટીઓમાં રોજ અંદાજીત 50 જેટલા મેમોન દંડ વસુલવામા આવતો હોય છે. ત્યારે 2024મા નવેમ્બર મહિનામા સૌથી વધુ દંડની રકમ વસુલ કરવામા આવી છે. નિયમો ન પાલતા હોય તેવા અરજદારોના લાઇસન્સ રદ્દ કરવાની કાર્યવાહી પણ અમદાવાદ આરટીઓમાં ચાલી રહી છે. જેમાં છેલ્લા 3 મહિનામા 3 હજારથી વધુ લાયસન્સ સસ્પેન્ડ કરવાની દરખાસ્ત પોલીસ દ્વારા આરટીઓમા કરવામા આવી છે. જેમાં જી જે 1 સીરીઝ અંતર્ગત સૌથી વઝુ 1380 દરખાસ્તો આરટીઓમાં આવી છે.