ડ્રાય સ્ટેટ? દારૂના કેસમાં કુલ 375 આરોપી ઝડપાયા, નશેડી નબીરાઓએ કાયદાનો કર્યો ઉલાળીયો
મિહિર સોની: અમદાવાદમાં ન્યુ યર પાર્ટીની જેમ દારૂની રેલમછેલ કરનાર 375 થી વધુ નબીરાઓને શહેર પોલીસે ઝડપ્યા છે. કોમ્બીંગ નાઈટમાં જુદા જુદા વિસ્તારમાં પોલીસે દારુડિયાઓને પકડીને કાર્યવાહી કરી છે. દારૂબંધીની વાતો માત્ર કાગળ પર હોવાનું સામે આવ્યું છે. પોલીસની કોમ્બિંગની કામગીરીના આંકડા પરથી લાગી રહ્યું છે કે અમદાવાદમાં ખરેખર દારૂબંધી છે કે નહીં?
મેડિકલ તપાસ માટે લાંબી લાઈનો
શહેર પોલીસ દ્વારા ગુનાખોરી નિયંત્રણ માં લાવવામાં માટે શરૂ કરાયેલા કોમ્બિંગ ઝુંબેશમાં એક જ દિવસમાં પોલીસે 375 જેટલા દારૂડીયાની ધરપકડ કરી છે. સિવિલ હોસ્પિટલની બહાર પોલીસની વાનમાં બેઠેલા આ દારૂડિયાઓના મેડિકલ તપાસ લાંબી લાઈનઓની કતાર જોવા મળી રહી છે. આ પરથી કેવી રીતે કહેવું કે ગુજરાતમાં દારૂબંધી છે. આ તો ફ્કત અમદાવાદ શહેરના એક દિવસના દારૂ પીધેલા લોકોની ધરપકડનો આંકડો છે. પરંતુ આ પ્રકારે દરરોજ અનેક લોકો દારૂના નશામાં ધૂત મળી આવે છે. જે દારૂબંધીનો અસલી ચેહરો રજૂ કરી રહ્યો છે. જોઈએ અમદાવાદ શહેરનાં ક્યાં ક્યાં વિસ્તારમાં મળી આવ્યા છે દારૂડીયાઓ.
ઝોન -1 – દારૂનાં કેસ -111
ઝોન -2 દારૂનાં કેસ – 78
ઝોન -3 દારૂનાં કેસ – 30
ઝોન -4 દારૂનાં કેસ – 46
ઝોન – 5 દારૂ કેસમાં – 74
ઝોન -6 દારૂ કેસમાં – 26
ઝોન -7 દર કેસમાં – 10
અમદાવાદમાં 375 દારૂડીયા ઝડપાયા
ગંભીર ગુનાને અટકાવવા માટે ડ્રાઇવ
અમદાવાદમાં ગંભીર ગુનાઓ વધતા પોલીસે કોમ્બિંગ દ્વારા ગંભીર ગુનાને અટકાવવા માટે ડ્રાઇવ શરૂ કરી હતી. જેમાં દારૂડીયાની સાથે તીક્ષ્ણ હથિયાર રાખનાર અસામાજિક તત્વોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી ધાતકી અત્યાર કબજે કરવામાં આવ્યા છે. 199 જેટલા અસમાજિક તત્વો વિરુદ્ધ ગુનો દાખલ કરી ને તેમની ધરપકડ કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ ઝોન -5 વિસ્તારમાં અસમાજિક તત્વો ઝડપાયા છે. આ સાથે પોલીસે કોમ્બિંગ સમયે 1 હજારથી વધુ વાહન ડીટેઇન કરીને 8 લાખથી વધુનો દંડ વસૂલ કર્યો છે.