અમદાવાદના ઓઢવ નજીક કારના ચોરખાનામાંથી પકડાઈ 30 કિલો ચાંદી, 2 લોકોની ધરપકડ

Ahmedabad: અમદાવાદના પાલડી વિસ્તારમાં ગઈકાલે એક બંધ મકાનમાંથી સોનું અને રોકડ જપ્ત કર્યા હતા. ત્યારે હવે ગણતરીના કલાકોમાં PCBની ટીમે ઓઢવ રીંગ રોડ વેપારી મહામંડળ પાસેના રોડ પરથી કારના ચોરાખાનામાંથી આશરે 30 કિલો ચાંદી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર બાતમીને આધારે ઓઢવ નજીક પીસીબી ટીમે મોટા પ્રમાણમાં ચાંદી ઝડપી પાડી છે. આશરે 29 કિલો 740 ગ્રામ ચાંદી હોવાનું સામે આવ્યું છે. પોલીસે કુલ 45 લાખ 24 હજાર 703નો મુદ્દામાલ કબજે કર્યો છે. સાથે પોલીસે ડ્રાઈવર અબ્દુલ વહીદ અને ભાવેશ સોનીની ધરપકડ કરી છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: પાલડી મેઘ શાહના ફ્લેટમાં 18 કલાક ચાલ્યું ઓપરેશન, સોનું મળ્યા બાદ થયા મસમોટા ખુલાસા