નિકોલના ગોડાઉનમાં ભીષણ આગ, માલિક સહિત કારીગર ભડથું થયા
અમદાવાદઃ શહેરના નિકોલ વિસ્તારમાં આવેલી અરિહંત એસ્ટેટના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ત્યારે આ આગમાં બે લોકો જીવતા ભડથું થઈ ગયા હતા.
અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા અરિહંત એસ્ટેટમાં આવેલા ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ ફાયરવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવા માટે કામગીરી હાથ ધરી હતી. આ ઉપરાંત સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
આ પણ વાંચોઃ સાંસદ રાજેશ ચુડાસમા ફરી વિવાદમાં, ધમકી આપવા મામલે FIR દાખલ
બંસી પાઉડર કોટિંગ નામના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ત્યારે આગની લપેટમાં આવી જતા 2 લોકો જીવતા ભડથું થઈ ગયા હતા. જ્યારે અન્ય 4 લોકો દાઝી ગયા હતા. આ દુર્ઘટનામાં ગોડાઉનના માલિક સહિત એક કારીગરનું મોત નીપજ્યું છે. જ્યારે ગોડાઉન માલિકના પુત્ર સહિત 4 લોકો આગમાં દાઝ્યાં હતા. ત્યારે ભારે જહેમત બાદ ફાયરવિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો.