અમદાવાદમાં 614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળીની નગરયાત્રા, હજારો માઇભક્તો જોડાશે; જાણો રૂટ

અમદાવાદઃ આવતીકાલે 614 વર્ષ બાદ અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી નગરયાત્રાએ નીકળશે. આ યાત્રામાં હજારો માઇભક્તો જોડાશે અને માતાજીના દર્શન કરી ધન્યતાની લાગણી અનુભવશે.
નગરયાત્રાની રૂપરેખા વિશે વાત કરવામાં આવે તો, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ યાત્રાને પ્રસ્થાન કરાવશે. ત્યારબાદ માતાજીની પાદુકાને રથમાં બિરાજમાન કરાવવામાં આવશે. આવતીકાલે શિવરાત્રી હોવાથી મા ભદ્રકાળીને અર્ધનારેશ્વરનો શણગાર કરવામાં આવશે.
આ નગરયાત્રામાં 90 વાહનો, અખાડા, ભજન મંડળીઓ અને ટેબ્લો જોડાશે. નગરદેવી મંદિરેથી ત્રણ દરવાજા થઈ માણેક મંદિર થઈ AMC કોઠા પહોંચશે. ત્યાં અમદાવાદ મહાનગરપાલિકાના મેયર યાત્રાનું સ્વાગત કરશે. ત્યારબાદ જગન્નાથ મંદિરે મહંત દિલીપદાસજી દ્વારા સ્વાગત આરતી કરવામાં આવશે. ત્યારબાદ યાત્રા સાબરમતી નદીથી થઈને નિજમંદિરે પહોંચશે.