January 10, 2025

AMCની ભરતીમાં ગેરરીતિ મામલે વધુ 3 આરોપીની ધરપકડ, કારંજ પોલીસની કાર્યવાહી

અમદાવાદઃ અમદાવાદ મહાનગરપાલિકામાં સહાયક ટેક્નિકલ સુપરવાઈઝરની હેડકલાર્ક ભરતી કૌભાંડ મામલે વધુ ત્રણ આરોપીની કારંજ પોલીસે ધરપકડ કરી છે. ઉમેદવાર તરીકે જય પટેલ, જયના પિતા અશોક પટેલ અને ઉમેદવાર મોનલ લિંબચિયાની ધરપકડ કરવામાં આવી છે.

જય પટેલ અને મોનલ લિંબાચિયાએ નોકરી મેળવી હતી. જય અને મોનલે 5 લાખ રૂપિયા આરોપી પુલકિત સથવારાને આપ્યા હતા. વોન્ટેડ આરોપી મૃગેશ પટેલ અને તમન્ના પટેલ 7 લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું. આરોપી જય પટેલ, મોનલ લિંબાચિયા અને વોન્ટેડ આરોપી મૃગેશ પટેલ, તમન્ના પટેલે સાથે મળી છેતરપિંડી આચરી હતી.

કુલ ચાર ઉમેદવાર સાથે 17 લાખ પુલકિત સાથે નક્કી કર્યા હતા, તેમાંથી 10 લાખ લઈ લીધા હતા. અગાઉ પકડાયેલા મુખ્ય આરોપી પુલકિત સથવારાએ નળ સરોવર ફાર્મમાં 80થી 90 લાખ રોકાણ કર્યું હતું. રોકાણમાં દેવું થઈ જતાં ભરતીમાં ગેરરીતિ કરવા પૈસા પડાવ્યા હોવાનું કબૂલાત પુલકિતે કબૂલ્યું હતું.

કેસમાં બે ઉમેદવાર એવા ભાઈ-બહેન આરોપી મૃગેશ પટેલ અને તમન્ના પટેલ વોન્ટેડ છે. આવનારા દિવસમાં મૃગેશ પટેલ અને તમન્ના નામના ઉમેદવારની પણ ધરપકડ કરવામાં આવશે. ચાર ઉમેદવારના માર્ક્સ સુધારી પુલકિતે છેડછાડ કરી હતી.