AMC કોર્પોરેટર્સ-અધિકારીઓને પ્રજાના પૈસે જલસા, શ્રીનગરના પ્રવાસમાં 2 કરોડ ખર્ચશે!
અમદાવાદઃ મહાનગરપાલિકાના કોર્પોરેટર-અધિકારીઓ પ્રજાના પૈસે કાશ્મીર ટૂર પર જવાના છે. AMC કોર્પોરેટરો અને અધિકારીઓ શ્રીનગરના પ્રવાસે જવાના છે. આ ટૂર પાછળ 2 કરોડ રૂપિયાનો ધુમાડો કરવામાં આવશે.
અમદાવાદ મહાનગરપાલિકાના 192 કોર્પોરેટર અને અધિકારીઓ મળીને કુલ 225 જેટલા લોકો શ્રીનગરના પ્રવાસે જશે. દર પાંચ વર્ષે વિવિધ રાજ્યોની રહેણીકરણી જોવા માટે કોર્પોરેટરો જતા હોય છે.
AMCના કોર્પોરેટરો અને અધિકારીઓ 5 દિવસ 6 રાત્રિનો આ પ્રવાસ રહેશે. 2 કરોડના ખર્ચે આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. અક્ષર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સને પ્રવાસનું કાર્ય આપવામાં આવ્યું છે.