News 360
March 27, 2025
Breaking News

ક્રેન પડતાં અમદાવાદ-વડોદરા વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાયો, 25 ટ્રેન રદ તો 5નાં સમય બદલ્યાં

અમદાવાદઃ NHSRCLની કામગીરી દરમિયાન ગઈકાલ રાતે મહાકાય ક્રેન અચાનક તૂટી પડી હતી. ત્યારે રેલ વ્યવહાર ખોરવાયો હતો. આ દુર્ઘટનાને પગલે અમદાવાદ-મુંબઈ વચ્ચે રેલવે વ્યવહારને અસર થઈ છે.

અમદાવાદ તરફ આવતી 10 ટ્રેનોને રાત્રે જ વિવિધ સ્ટેશનો પર અટકાવી દેવામાં આવી હતી. અમદાવાદ-વડોદરા-મુંબઈ વચ્ચે દોડતી 25 ટ્રેનોને રદ કરવામાં આવી છે. જ્યારે 5 ટ્રેનોના સમય બદલાયાં છે. આ ઉપરાંત 6 ટ્રેનોને અન્ય રૂટથી દોડાવવામાં આવી.

રેલવે વિભાગ દ્વારા વિવિધ રેલવે સ્ટેશન માટે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. અમદાવાદ, સાબરમતી, વિરમગામ, મહેસાણા, ગાંધીધામ અને પાલનપુર રેલ્વે સ્ટેશનના રેલવે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. હેલ્પલાઈન પરથી ટ્રેનોની અવરજવર અંગેની માહિતી મેળવી શકાશે.

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો

1. 24.03.2024ની ટ્રેન નંબર 20901 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ વડોદરા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન વડોદરા-ગાંધીનગર કેપિટલ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.

2. 24.03.2024ની ટ્રેન નંબર 20902 ગાંધીનગર કેપિટલ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ વડોદરા સ્ટેશનથી શોર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન ગાંધીનગર કેપિટલ-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.

3. 23.03.2024ની ટ્રેન નંબર 20936 ઇન્દોર-ગાંધીધામ એક્સપ્રેસ નડિયાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન નડિયાદ-ગાંધીધામ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

4. 24.03.2024ની ટ્રેન નંબર 20935 ગાંધીધામ-ઈન્દોર એક્સપ્રેસ નડિયાદથી શોર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન ગાંધીધામ-નડિયાદ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.

5. 23.03.2024ની ટ્રેન નંબર 19310 ઇન્દોર-અમદાવાદ શાંતિ એક્સપ્રેસ આણંદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન આણંદ-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

6. 24.03.2024ની ટ્રેન નંબર 19309 અમદાવાદ-ઈન્દોર શાંતિ એક્સપ્રેસ આણંદ સ્ટેશનથી ટૂંકી હશે અને આ ટ્રેન અમદાવાદ-આણંદ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.

7. 23.03.2024ની ટ્રેન નંબર 09412 ગ્વાલિયર-અમદાવાદ સ્પેશિયલ છાયાપુરી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન છાયાપુરી-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

8. 23.03.2024ની ટ્રેન નંબર 19166 દરભંગા-અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ મહેમદાવાદ ખેડા રોડ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન મહેમદાવાદ ખેડા રોડ-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.