અમદાવાદમાંથી વધુ 8 બાંગ્લાદેશીઓની અટકાયત, સ્લમ વિસ્તાર સહિત સ્પામાં સર્ચ ઓપરેશન

અમદાવાદઃ ગુજરાત પોલીસે રાજ્યમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ સામે તવાઈ બોલાવી છે. ત્યારે અમદાવાદ પોલીસે શહેરના સ્લમ વિસ્તારમાં મજૂરી કરતા કારીગરો સહિત સ્પામાં કામ કરતી મહિલાઓની તપાસ કરવાની ડ્રાઇવ ચલાવી હતી. જેમાં તમામની ઓળખનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે.

ગઈકાલથી આ ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધીમાં 8 લોકો બાંગ્લાદેશી હતા તેવું સામે આવ્યું છે. આ આઠ વ્યક્તિઓને ડિટેઇન કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે. ડોક્યુમેન્ટ્સ માટે ઓળખ પુરાવો માગીને તપાસ કરવામાં આવે છે.

ઓળખ કાર્ડ સિવાય તેના બેંકિગ સેવાને લઈને તપાસ કરવામાં આવે છે. આંગડિયાનું કામ કરનારી એજન્સીઓ છે અને બાંગ્લાદેશમાં થતા ટ્રાન્ઝેક્શન પર પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયા નિયમિત ચાલતી હોય છે. અગાઉ પણ અમદાવાદ ગ્રામ્યમાંથી બાંગ્લાદેશીઓને પકડી ડિપોર્ટ કરવામાં આવ્યા હતા.