ખ્યાતિ હોસ્પિટલકાંડ મામલે વધુ એક આરોપીની ધરપકડ, આરોગ્ય વિભાગનો કર્મચારી ઝડપાયો
અમદાવાદઃ ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડમાં વધુ એક આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે મોડીરાતે ગાંધીનગરથી આરોગ્ય વિભાગના કર્મચારી મિલાપ પટેલની ધરપકડ કરી છે.
આ ઉપરાંત સમગ્ર મામલે આરોગ્ય વિભાગના અન્ય બે શંકાસ્પદ કર્મચારીઓની પૂછપરછ ચાલુ છે. મિલાપ પટેલ હેલ્થ ડિપાર્ટમેન્ટમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો હતો. ક્રાઇમ બ્રાન્ચે દસ દિવસ પહેલાં ખોટી રીતે આયુષ્યમાન કાર્ડ કાઢી આપતી ગેંગનો પર્દાફાશ કર્યો હતો. આરોપી મિલાપ પટેલ આ ગેંગ સાથે પણ સંડોવાયેલો હોવાની સંભાવના છે.