ખ્યાતિ હોસ્પિટલકાંડ મામલે ગ્રામ્ય કોર્ટમાં 6070 પાનાંની ચાર્જશીટ રજૂ, 130ના નિવેદન નોંધાયા

અમદાવાદઃ ખ્યાતિ હોસ્પિટલકાંડ મામલે ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. તપાસ બાદ મુખ્ય આરોપી કાર્તિક પટેલ સામે ક્રાઇમ બ્રાન્ચે 6070 પેજની પૂરવણી ચાર્જશીટ દાખલ કરી છે. તેમણે તપાસમાં કુલ 130 વ્યક્તિઓની પૂછપરછ કરી નિવેદનો નોંધ્યા છે.

BNSS 183 મુજબ કુલ 7 સાહેદોના નિવેદનો લેવામાં આવ્યા હતા. જ્યારે વધુ એક સાહેદનું નિવેદન લેવડાવવાની કાર્યવાહી ચાલુ છે. આ ઘટનાની તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે 20 ઇલેકટ્રોનિક્સ પુરાવા કબ્જે કરી, હોસ્પિટલની 38 ફાઇલો અને 11 રજિસ્ટરો કબ્જે કર્યા છે.

PM-JAY ગાંધીનગરથી SOP તથા દસ્તાવેજો, બજાજ ઇન્સયોરન્સ કંપનીમાંથી SOP તથા દસ્તાવેજો ચાર્જશીટમાં રજૂ કર્યા છે. હોસ્પિટલના ઓડિટ રિપોર્ટ, ROCની માહિતી પણ રજૂ કરવામાં આવી છે.

ગાંધીનગર નિરીક્ષક કચેરીથી આરોપીઓની મિલકત સંબંધિત નોંધણીના પુરાવા અને 34 બેન્કના ખાતાની માહિતી પણ રજૂ કરવામાં આવી છે. કુલ 37 દર્દીઓના હિસ્ટ્રી ફોર્મ પણ કબ્જે કરવામાં આવ્યા છે.