June 16, 2024

Ahmedabadના ખેલ મહાકુંભમાં Bharuchના શૂટરોનો ગૌરવવંતો દેખાવ, પાંચ મેડલ જીત્યાં

અમદાવાદઃ તાજેતરમાં અમદાવાદમાં ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચના શૂટરો આગવો દેખાવ કરી મેડલ જીત્યા હતા. આ અંગે એસોસિએશનના પ્રમુખ અરૂણસિંહ રણાએ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ હવે યોજાનારી સ્પર્ધાઓમાં પણ ખેલાડીઓ ઉત્તમ દેખાવ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.

ભરૂચ જિલ્લાના ધનવીર હિરેન રાઠોડ-ગોલ્ડમેડલ, અદિતિ રાજેશ્વરી એરામીલી-સિલ્વર મેડલ, એસ.કે.ઋષિયા-સિલ્વર મેડલ, વંદન ગાંધી-સિલ્વર મેડલ તેમજ પહેલા ભરૂચના કોચ મિતલબેન ગોહિલ પાસે અને હાલ પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી અને રાજ્યની સ્પોર્ટ્સ એકેડેમીના કોચ પુષ્પાબેન પાસે શૂટિંગની પ્રેક્ટિસ કરી ખુશી ચૂડાસમાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.

આ પાંચ શૂટરોએ સમગ્ર ગુજરાતમાં ભરૂચનું નામ ઉપર લાવી ભરૂચ જિલ્લાને એક અલગ ઓળખ અપાવી છે. તેમ એસોસિએશનના પ્રમુખ અરૂણસિંહ રણાએ જણાવી શૂટરોનું સન્માન કરી ભરૂચ જિલ્લાને સર્વોપરી બનવા માટે અનિભંદન પાઠવ્યા હતા. સેક્રેટરી અજય પંચાલ અને કોચ મિત્તલ ગોહિલની મહેનત આજે ભરૂચ જિલ્લાને શૂટીંગ ક્ષેત્રે એક અલગ ઓળખ મળી છે.