December 5, 2024

કાકડીયા હોસ્પિટલમાં દર્દીના મોત મામલે પરિવારજનનો ડોક્ટર પર બેદરકારીનો આક્ષેપ

અમદાવાદઃ કાકડીયા હોસ્પિટલમાં દર્દીના મોત બાદ થયેલા હોબાળા મામલે ખુલાસા થયા છે. દર્દીને વહેલી સવારે સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તે સમયે હૃદયની નળી 100 ટકા બ્લોક હોવાથી તાત્કાલિક સ્ટેન્ટ મૂકવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ દર્દી ચાલીને બાથરૂમ ગયા હતા. ત્યારે અચાનક જ તેમને હાર્ટ એટેક આવતા ત્યાં જ તેમનું મોત નીપજ્યું હતું. ત્યારે હાલ આ મામલે પોલીસ દ્વારા પીડિત પરિવારજનનું નિવેદન લેવાની કામગીરી ચાલુ છે.

વહેલી સવારે દુખાવો થતા દર્દીને સારવાર માટે હોસ્પિટલ લેવામાં આવ્યા હતા. હૃદયનો હુમલો આવ્યો હોવાની પરિવારજનોને જાણ પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત હૃદયની એક નળી બ્લોક હોવાની માહિતી પણ તેમને આપવામાં આવી હતી.

પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, ઓપરેશન બાદ દર્દીની તબિયત વધારે બગડવા લાગી હતી. ડોક્ટરની બેદરકારીના કારણે દર્દીનું મોત નીપજ્યું છે. આ સમગ્ર મામલે મૃતક અરવિંદ પરમારના મૃતદેહને PM રિપોર્ટ માટે મોકલવામાં આવ્યો હતો. PM રિપોર્માંટ ડોક્ટર કસૂરવાર જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે.