જીવરાજ પાર્કમાં મોડી રાતે ફરીવાર આગ લાગી, ફાયરની ટીમે કાબૂ મેળવ્યો

અમદાવાદઃ શહેરના જીવરાજ પાર્કમાં મોડી રાતે ફરીવાર આગ લાગી હતી. મોડી રાતે રહેણાંક મકાનમાં 3 વાગ્યાની આસપાસ ફરીવાર આગ લાગતા અફરાતફરી મચી હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયરવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે પ્રયત્નો હાથ ધર્યા હતા.

મોડી રાતે જીવરાજ પાર્કમાં આવેલા રહેણાંક મકાનમાં ચાલતા એસી ગોડાઉનમાં ફરીવાર આગ લાગી હતી. ત્યારે ફાયરવિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો હતો. તકેદારીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત તહેનાત કર્યો હતો. વાસણા પોલીસને આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.