December 22, 2024

જમાલપુરની ઉર્દૂ શાળાનો વિવાદ વકર્યો, MLA અમિત શાહનો ચોંકાવનારો દાવો

અમદાવાદઃ જમાલપુરની ઉર્દૂ શાળા નંબર 3-4ની જગ્યાનો વિવાદ વધુ વકર્યો છે. સંકલન સમિતિમાં ધારાસભ્ય અમિત શાહે આ અંગે રજૂાત કરી હતી. તેમણે આ જગ્યાએ ગેરકાયદેસર રીતે શોપિંગ સેન્ટર બન્યાની રજૂઆત કરી હતી.

મધ્ય ઝોનના એસ્ટેટ ઓફિસરને ઉર્દૂ સ્કૂલ અંગે પૂછતા તેમણે કહ્યું હતુ કે, સ્કૂલ બંધ છે. ત્યારબાદ ધારાસભ્ય અમિત શાહે તેમનો ઉધડો લેતા કહ્યુ હતુ કે, તે જગ્યાએ સ્કૂલ હતી અને હવે શોપિંગ સેન્ટર બની ગયું છે. તો કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ કહ્યુ હતુ કે, સ્કૂલ બોર્ડની નહીં પણ જગ્યા વકફ બોર્ડની જગ્યા હોવાનો દાવો કર્યો હતો. આ જગ્યા મામલે કાયદેસરતા અંગે સ્પષ્ટતા નહીં.

ધારાસભ્ય અમિત શાહે કહ્યુ હતુ કે, સ્કૂલની જગ્યા પર હિસ્ટ્રી શીટર સલીમ જુમ્માખાન 10 જેટલી ગેરકાયદેસર દુકાનો બનાવી દીધી છે. આ દુકાનદારો પાસેથી 12 હજાર રૂપિયા ભાડું વસૂલ કરે છે. આ ઉપરાંત જગ્યાએ સોદાગર બિલ્ડર્સના નામની પોતાની બે દુકાનમાં ઓફિસ બનાવી છે. ત્યાં અવારનવાર રાજકીય કાર્યક્રમો અને મિટિંગ થાય છે. આ દુકાનોનું બાંધકામ જ્યારથી ચાલુ થયું ત્યારથી મહોલ્લાના કેટલાક જાગૃત નાગરિકોએ અસંખ્ય અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.’