December 26, 2024

ઇસ્કોન મંદિરના સાધુ પર આક્ષેપ મામલે મોટો ખુલાસો, યુવતીની અલ્હાબાદ HCમાં પ્રોટેક્શન માટે અરજી

મિહિર સોની, અમદાવાદઃ ઇસ્કોન મંદિરના પૂજારીએ બ્રેઇન વોશ કરી યુવતી ભગાડી જવાના આક્ષેપ મામલે હાઇકોર્ટમાં હેબિયસ કોપરસ દાખલ થઈ છે. આ મામલે મેઘાણી નગર પોલીસે ખુલાસો કર્યો છે કે, જેમાં દીકરીના પિતાએ કરેલા આક્ષેપમાં તારીખ 27 જૂને દીકરી ગુમ થઈ હોવાની અરજી કરી હતી. જેમાં મેઘાણીનગર પોલીસે યુવતીને શોધવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે મથુરાના વૃંદાબાદ નિલેશ દેશવાણી સાથે લગ્ન કર્યા હોવાનું મેરેજ સર્ટિફિકેટ મોકલ્યું હતું અને પોતે એક વીડિયો જાહેર કરીને પોતાની મરજીથી લગ્ન કર્યા અને પોતે ખુશ છે તેવું જણાવ્યું હતું.

ત્યારબાદ તારીખ 10 જુલાઈના રોજ મેઘાણી નગર પોલીસમાં યુવતીના પિતાએ બીજી વખત અરજી કરી કે, મારા ઘરેથી સોનાનાં ઘરેણા અને રોકડની ચોરી કરીને દીકરી જતી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ અરજીમાં કોઈ પુરાવા ન હોવાથી પોલીસે અરજીનો નિકાલ કર્યો હતો. આ સમયે તારીખ 2 જુલાઈના રોજ 28 વર્ષીય યુવતીને જાનમાલનું જોખમ હોવાથી અલ્હાબાદ હાઇકોર્ટમાં યુવતીએ પોતાના રક્ષણ માટે પ્રોટેક્શન માટે અરજી કરી હતી.

તેવામાં તાજેતરમાં યુવતીના પિતાએ ઇસ્કોન મંદિરના સાધુએ બ્રેઇન વોશ કરીને દીકરી રોજ નશો કરાવતા હોવાના આક્ષેપ સાથેની હાઈકોર્ટમાં હેબિઅસ કોર્પસ દાખલ કરી હતી. જેની વધુ સુનાવણી 9 જાન્યુઆરીના રોજ કરવામાં આવી છે. ત્યારે મેઘાણી નગર પોલીસે અરજી મામલે કરેલી તપાસની માહિતી અને ડોક્યુમેન્ટ કોર્ટમાં સબમિટ કરશે.