ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલની અરજી કોર્ટે ફગાવી
અમદાવાદઃ શહેરના ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલને ગ્રામ્ય સેશન્સ કોર્ટે ઝટકો આપ્યો છે. તથ્ય પટેલની નિયમિત જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે.
સેશન્સ કોર્ટમાં તથ્ય પટેલે જામીન અરજી કરી હતી. રાજ્ય સરકારે કોર્ટમા સોગંદનામું કરી જામીન અરજીનો વિરોધ કર્યો હતો. ત્યારે સરકારે આરોપી અકસ્માત કરવાની ટેવવાળો હોવાથી જામીન ન આપવા દલીલ કરી હતી.
સરકારે કહ્યુ હતુ કે, અકસ્માતમાં ભોગ બનનાર ઇજાગ્રસ્ત હજુ બોલી નથી શકતો. ગ્રામ્ય સેશન્સ કોર્ટે બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો. ઉલ્લેખનીય છે કે, 20 જુલાઈ 2023ના આરોપીએ બેફામ કાર હંકારી 9 લોકોનો જીવ લીધો હતો.