December 18, 2024

આંતરરાષ્ટ્રીય ટેનિસ પ્લેયર માધવિન કામત સામે અમદાવાદમાં FIR, યુવતીનાં બિભત્સ પોસ્ટર લગાવ્યાં

મિહિર સોની, અમદાવાદઃ ટેનિસ ઓલ ઇન્ડિયા ચેમ્પિયન ખેલાડી માધવિન કામત વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધવામાં આવી છે. માધવિન કામતે એક યુવતીના બીભત્સ ફોટાવાળા પોસ્ટર લગાવ્યા હતા. ત્યારે પોસ્ટરમાં યુવતીનો નગ્ન ફોટો અને મોબાઈલ નંબર સાથે દેહવ્યપાર કરવા માટે સંપર્ક કરવો આવા લખાણવાળું પોસ્ટર લગાવ્યું હતું.

ત્યારે યુવતીને બીભત્સ માગણીઓ માટે સતત કોલ આવતા આ ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. મહત્વનું છે કે, આ ખેલાડી માધવિન ભોગ બનનાર યુવતી સાથે પરિચયમાં છે. આરોપી ખેલાડી માધવિન કામત ફ્રાન્સમાં ટેનિસ ચેમ્પિયનશિપ રમવા ગયો છે.

હાલ યુવતીએ આ મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. તેને આધારે LOC ઇસ્યૂ કરવામાં આવી છે. આરોપીએ પે એન્ડ યુઝ અને ઇલેક્ટ્રિક થાંભલા પર પોસ્ટર લગાવ્યું હતું. શહેરના માણેક બાગ અને જોધપુર ચાર રસ્તા પાસે પોસ્ટર લગાવ્યું છે. ત્યારે આ મામલે સાયબર ક્રાઇમ વિભાગે વધુ તપાસ શરૂ કરી છે.