December 22, 2024

અમદાવાદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, બે સિસ્ટમ સક્રિય

અમદાવાદઃ શહેરના અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. મહત્વનું છે કે, હાલમાં રાજ્ય ઉપર બે વરસાદી સિસ્ટમ સક્રિય છે. ત્યારે મેઘરાજા બઘડાટી બોલાવી રહ્યા છે.

શહેરના એસજી હાઇવે, થલતેજ, પ્રહ્લાદ નગર, સરખેજ, બોડકદેવ, સિંધુભવન રોડ સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને શહેરીજનોને ભારે ઉકળાટમાંથી રાહત મળી છે.

અંબાલાલ પટેલની આગાહી
વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેમણે જણાવ્યુ છે કે, ‘આજથી ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે. 23 ઓગસ્ટ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. 3 ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે. 11 અને 12 ઓગસ્ટે સારા વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તાપી અને નર્મદા નદીનું જળસ્તર વધશે. નદીઓમાં પૂરની સ્થિતિ રહેવાની આગાહી કરવામાં આવી છે. શ્રાવણ સુદ સાતમથી પૂનમ સુધી સારો વરસાદ રહેશે.’