GLSમાં પ્રોફેસરે વિદ્યાર્થિનીના પ્રાઇવેટ ફોટા માગ્યા, NSUIનું વિરોધ પ્રદર્શન

અમદાવાદઃ GLSમાં NSUIના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું છે. શિક્ષકે વિદ્યાર્થિનીની છેડતી કરવાતા નારાજગી ફેલાઈ છે. આ ઉપરાંત પ્રોફેસરે વિદ્યાર્થિની સામે ખોટી કોમેન્ટ કરી પ્રાઇવેટ ફોટોઝ માગતા વિરોધ નોંધાવ્યો છે.

આ મામલે ડીન અને મેનેજમેન્ટને ફરિયાદ કરતા વિદ્યાર્થિનીને હેરાન કરાતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે NSUIના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો છે. શિક્ષકે વિદ્યાર્થિનીની છેડતી કરવા મામલે નારાજગી ફેલાઈ છે અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.