December 21, 2024

ઓગણજ પાસે મંડળી ગરબામાં ફાયરિંગનો બનાવ, લોકોમાં ભયનો માહોલ

અમદાવાદ: રાજ્યભરમાં નવરાત્રિની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ શહેરમાં ચાલુ ગરબા દરમિયાન ફાયરિંગની ઘટના સામે આવી છે. ઓગણજ પાસે મંડળી ગરબામાં ફાયરિંગનો બનાવ બન્યો છે. વહેલી સવારે 6:15 કલાકે 2 જૂથ વચ્ચે ચાલુ ગરબામાં માથાકૂટ થઈ હતી. જે બાદ બાદ અજાણ્યા શખ્શે હવામાં ફાયરિંગ કર્યું હતું.

મળતી માહતી અનુસાર અમદાવાદ શહેરમાં ચાલુ ગરબા દરમ્યાન ફાયરિંગ થવાની ઘટના બની છે. ઓગણજ ખાતે આયોજિત મંડળી ગરબામાં ફાયરિંગ થયુ હતુ. વહેલી સવારે બે જૂથ વચ્ચે માથાકૂટ બાદ અજાણ્યા શખ્સે હવાામાં ફાયરિંગ કર્યું હતુ. ફાયરિંગની ઘટના બાદ મંડળી ગરબા આયોજકોએ ગરબા બંધ કરવા પડ્યા હતા.

જોકે, ફાયરિંગ સમયે અનેક લોકો ગરબા રમી રહ્યા હતા. ફાયરિંગ થતાં લોકોમાં ભયનો માહોલ જોલા મળ્યો હતો. નોંધનીય છે કે ફાયરિંગ કરનાર શખ્સને હાજર સુરક્ષાકર્મીઓ ગરબા આયોજન સ્થળેથી ખસેડ્યો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

 

આ પણ વાંચો : રતન ટાટાના નિધન પર ઝારખંડ અને મહારાષ્ટ્રમાં એક દિવસનો રાજકીય શોક જાહેર