અમદાવાદ: કાચની મસ્જિદ નજીક EDના દરોડા, વકફ સંપત્તિમાં ગેરકાયદે વહીવટને લઈને તપાસ

Ahmedabad: અમદાવાદમાં અનેક સ્થળોએ સવારથી EDના દરોડા પાડવામાં આવ્યા છે. જમાલપુર કાચની મસ્જિદ વકફ ટ્રસ્ટ કેસમાં એક સાથે 10 જગ્યાએ EDએ દરોડા પાડ્યા છે. મળતી માહિતી અનુસાર શાહઆલમ નવાબ બિલ્ડર્સના માલિક શરીફ ખાનના ઘરે પણ EDએ દરોડા પાડ્યા છે.

અમદાવાદમાં 10 જગ્યાએ EDની રેડ

મળતી માહિતી અનુસાર વકફ બોર્ડ સાથે સંકળાયેલ 100 કરોડના કથિત કૌભાંડનો મામલાને લઈને ઈડીએ રેડ પાડી છે. આજે વહેલી સવારે અમદાવાદના જમાલપુરમાં આવેલા સૌદાગર બિલ્ડર્સ કન્સ્ટ્રક્શનના માલિક સલીમ જુમ્માખાન પઠાણને ત્યા ઈડીએ દરોડા પાડ્યા હતા. તેમજ આરોપીની જમાલપુર કાચની મસ્જિદ સહિત તેના ખેડાના ફાર્મ હાઉસમાં પણ ઈડીએ દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો: દેશભરમાં મોકડ્રીલ ક્યાં યોજાશે? શહેરવાર સંપૂર્ણ યાદી જોઈ લો

શું છે મામલો?
– કાચની મસ્જિદ નજીક વકફની જગ્યા છે.
– વક્ફની જગ્યા પર દુકાનો અને મકાનો બનાવી દેવાયા હતા.
– સલીમ જુમા ખાન પઠાણ દુકાનો અને મકાનોનું ભાડું ઉઘરાવતો હતો.
– છેલ્લા 10થી વધુ વર્ષથી ભાડું ઉઘરાવી રહ્યો હતો.
– અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનું ભાડું ઉઘરાવ્યું.
– થોડા સમય અગાઉ દુકાનો ડિમોલિશ કરી દેવાઈ છે.
– કથિત રીતે 100 કરોડના કૌભાંડમાં ED અલગ અલગ 6 જેટલા સ્થળો પર સર્ચ કરી રહી છે.