અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકનું A to Z, જાણો તમામ માહિતી
મલ્હાર વોરા, ગાંધીનગરઃ અમદાવાદ જિલ્લાની કુલ બેમાંથી એક લોકસભા બેઠક છે અમદાવાદ પૂર્વ લોકસભા સીટ. જો કે, વર્ષ 2008માં સંસદીય મત વિસ્તારના સીમાંકનના અમલીકરણના ભાગરૂપે બનાવવામાં આવ્યો હતો. જેમાં વર્ષ 2009માં પ્રથમ વખત લોકસભાની ચૂંટણી યોજાઈ હતી અને પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીના હરિન પાઠક આ બેઠક ઉપરથી ચૂંટણીને આવ્યા હતા. જ્યારે વર્ષ 2014માં બીજી વખત ચૂંટણી આ બેઠક પરથી યોજાઈ હતી. જેમાં ફિલ્મ અભિનેતા પરેશ રાવલે આ બેઠકનું નેતૃત્વ કર્યું હતું. તદુપરાંત વર્ષ 2019માં આ બેઠક ઉપર ભાજપના હસમુખ પટેલ વિજય થઈને અમદાવાદ પૂર્વનો શું કામ સંભાળ્યું હતું. ત્યારે વર્ષ 2024માં આ બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટી તરફથી ફરી વખત હસમુખ પટેલને જવાબદારી સોંપાય છે, તો બીજી તરફ કોંગ્રેસ પક્ષે પણ હિંમતસિંહ પટેલને મેદાનમાં ઉતાર્યા છે.
અમદાવાદ શહેરી વિસ્તારમાં બે લોકસભાનો મતવિસ્તાર આવે છે. આમ તો 1951થી 2009 સુધી અમદાવાદ શહેરની એકમાત્ર લોકસભાની બેઠક હતી. પરંતુ વર્ષ 2009માં આવેલા નવા સીમાંકન પ્રમાણે અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ એમ બે સીટો લોકસભાની અસ્તિત્વમાં આવી હતી. જેમાં વર્ષ 2009માં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી અને તેના પ્રથમ સાંસદ ભારતીય જનતા પાર્ટીના હરેન પાઠક બન્યા હતા. જો કે, 1951થી 1984 સુધી કોંગ્રેસનું શાસન હોવાથી અમદાવાદની બેઠક કોંગ્રેસના નામે રહી હતી. પરંતુ 1989 બાદ ભાજપમાંથી હરેન પાઠક સતત અમદાવાદ બેઠક ઉપરથી ચૂંટણી લડીને જીત્યા હતા. પરંતુ પાઠકને સાતમી ટર્મ દરમિયાન નવું સીમાંકન આવ્યું હતું. જેમાં અમદાવાદ પૂર્વ લોકસભાની બેઠક ઉપરથી તેઓ ચૂંટણી લડીને જીત્યા હતા. ત્યારબાદ વર્ષ 2014માં યોજાયેલી લોકસભાની અમદાવાદ પૂર્વ બેઠક પર ફિલ્મ અભિનેતા પરેશ રાવલને ભારતીય જનતા પાર્ટીએ મેદાનમાં ઉતાર્યા હતા અને તેમણે પણ જીત હાંસલ કરીને અમદાવાદ પૂર્વ લોકસભાનું પાંચ વર્ષ સુધી સુકાન સંભાળ્યું હતું.
બીજી તરફ વર્ષ 2019માં ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક ઉપર હસમુખ પટેલને મેદાનમાં ઉતાર્યા હતા. જેમાં હસમુખ પટેલનો પણ વિજય થતા તેમણે આગામી પાંચ વર્ષ સુધી અમદાવાદ પૂર્વ લોકસભાનું સુકાન સંભાળ્યું હતું. જ્યારે વર્ષ 20ની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ ફરી એક વખત હસમુખ પટેલને લોકસભાની ચૂંટણી માટે મેદાનમાં ઉતાર્યા છે. બીજી તરફ કોંગ્રેસ પક્ષે પણ હિંમતસિંહ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. આ બંને નેતાઓ અમદાવાદના પૂર્વ વિસ્તારના રહેવાસી છે. જેથી મતદારોનું મિજાજ તેવો વ્યવસ્થિત રીતે સમજી શકે તેમ છે. જેથી આ બેઠક ઉપર બંને પક્ષોના ઉમેદવાર વચ્ચે મતોની ભારે ખેંચતાણ જોવા મળશે.
આ પણ વાંચોઃ અમદાવાદ પૂર્વ બેઠકનાં લેખાજોખાં, જાણો જાતિગત સમીકરણથી કયો સમાજ નિર્ણાયક
અમદાવાદ પૂર્વ બેઠકની વાત કરીએ તો આ બેઠકમાં ગાંધીનગર દક્ષિણ દહેગામ, વટવા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર અને બાપુનગર વિધાનસભાનો સમાવેશ થાય છે. જો કે, વર્ષ 2022ની ચૂંટણી બાદ આ તમામ બેઠકો ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે. એટલે કે, ભાજપ આ તમામ વિધાનસભા હસ્તક કરેલી છે. અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકની વાત કરીએ તો, આ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર વધુ પ્રમાણમાં આવેલો છે. એટલે કે રોજગારીની અહીં મોટા પ્રમાણમાં લોકોને તક મળી રહે છે. જેમ કે, વટવા જીઆઇડીસી, ઓઢવ જીઆઇડીસી, નરોડા જીઆઇડીસી જેવા મોટા ઉદ્યોગો અહીં પ્રસ્થાપિત થયેલા છે.
અમદાવાદ પૂર્વ વિસ્તારના લોકોને રોજગારી સરળતાથી મળી રહે છે. આ ઉપરાંત અમદાવાદ પૂર્વ વિસ્તારમાં ડાયમંડ ઉદ્યોગ એમ્બ્રોડરી, રોહિત ફેબ્રિકેશનનો મોટા પ્રમાણમાં ઉદ્યોગ ધમધમી રહ્યો છે. આ ઉપરાંત અમદાવાદના પૂર્વ વિસ્તાર દિન-પ્રતિદિન ડેવલોપ પણ એટલો બધો થયો છે. આ ઉપરાંત અમદાવાદ પૂર્વના વિસ્તારના નરોડાથી દહેગામ સુધીનો પણ વિસ્તાર ગ્રામ્ય વિસ્તાર ગણાતો હતો. તેવા ગામડામાં પણ મોટાપાયે ડેવલોપ થઈ રહ્યા છે. અમદાવાદ પૂર્વ વિસ્તારમાં મહત્વના પ્રોજેક્ટની વાત કરીએ તો તેમાં ONGC, રીંગરોડ, ગિફ્ટ સિટી, નેશનલ લો યુનિવર્સિટી, પીડીપીયુ, રક્ષા શક્તિ યુનિવર્સિટી, મેટ્રો ટ્રેન, બીઆરટીએસ જેવાં મહત્વના પ્રોજેક્ટ આ વિસ્તારમાં પ્રસ્થાપિત થયા છે. આ તમામ પ્રોજેક્ટોથી અમદાવાદ પૂર્વ લોકસભા વિસ્તાર વધુને વધુ ડેવલોપ જોવા મળી રહ્યો છે.
અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકમાં રોજગારીની વાત કરીએ તો આ વિસ્તારમાં મોટાપાયે જીઆઇડીસી પ્રસ્થાપિત કરવામાં આવી છેય તેનાથી આ વિસ્તારમાં રોજગારીનો કોઈ પ્રશ્ન જોવા મળતો નથી. આ વિસ્તારમાં વટવા, ઓઢવ, નરોડા વિસ્તારમાં મોટાપાયે જીઆઇડીસીઓ અને તેમાં પણ મોટી મોટી ફેક્ટરીઓ હોવાના કારણે રોજગારીની અવનવી તકો દિન પ્રતિદિન ઉભી થતી જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદ શહેરની બહારની વાત કરીએ તો દહેગામ આ વિધાનસભા ક્ષેત્રોમાં નાની જીઆઇડીસી સહિત ખેડૂતો મોટી સંખ્યામાં વસવાટ કરી રહ્યા છે. નરોડા વિધાનસભાથી લઈને દહેગામ વિધાનસભા સુધી વચ્ચે આવતા તમામ ગામડાઓમાં ખેડૂતો સારા પ્રમાણમાં ખેતી કરીને પોતાનો પાક પકવી રહ્યા છે. આ તમામ ખેડૂતોને સમયસર પાણી અને વીજળી પણ મળી રહે છે. જેથી અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકમાં શહેરી વિસ્તારમાં વસવાટ કરતા લોકો અને ગ્રામ્ય વિસ્તારોમાં વસતા લોકોને આર્થિક રોજગારીની મળી રહી છે.
ગુજરાત રાજ્યની વસ્તી 6 કરોડને પાર થઈ ગઈ છે. ત્યારે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ વસ્તી અમદાવાદ જિલ્લામાં જોવા મળી છે. અમદાવાદની વસતિ 7208200 થવા જાય છે. આમ તો અમદાવાદ પૂર્વ લોકસભાની બેઠકની વાત કરીએ છીએ. પરતું આ વિસ્તારમાં વસતિ ગીચતાનું પ્રમાણ વધારે છે. જેથી અહીં મોટી સંખ્યમાં અલગ અલગ જાતિ-જ્ઞાતિઓના લોકો વસવાટ કરતા જોવા મળી રહ્યા છે. જો કે, અમદાવાદ લોકસભા પૂર્વ મત વિસ્તારમાં સાક્ષરતાનો દર વર્ષ 2011ની વસતિ પ્રમાણે 74.98 ટકા જોવા મળ્યો છે. અમદાવાદ પૂર્વ બેઠક પર SC મતદારો આશરે 133928 છે. તે વર્ષ 2011ની વસતિ ગણતરી મુજબ 7.4 ટકા વસ્તી SCની જોવા મળી છે. અમદાવાદ પૂર્વ બેઠકમાં ST મતદારો આશરે 14479 છે, જે 2011ની ગણતરી મુજબ 0.8 ટકા છે.