December 23, 2024

અમદાવાદ પૂર્વના કોંગ્રેસ ઉમેદવાર રોહન ગુપ્તા નહીં લડે ચૂંટણી

અમદાવાદ: લોકસભા ચૂંટણી 2024ને લઇને કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ અંગત કારણોસર ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો છે. નોંધનીય છે કે લોકસભા ચૂંટણી 2024ને લઇ કોંગ્રેસ દ્વારા 12 માર્ચના ગુજરાતના 7 ઉમેદવારની યાદી જાહેર કરી હતી, તેમાં એક નામ રોહન ગુપ્તાનું પણ હતું. અમદાવાદ પૂર્વના કોંગ્રસ પાર્ટીના ઉમેદવાર રોહન ગુપ્તાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પોસ્ટ કરી હતી, જેમાં લખ્યું હતું કે પિતાની નાદુરસ્ત તબિયતના કારણોસર ચુંટણી નહીં લડે રોહન ગુપ્તાએ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને પત્ર લખી જાણ કરી હતી.

તેમણે પોસ્ટ પર એક પત્ર શેર કરીને જાણ કરી હતી. પત્રમાં લખ્યું હતું કે માા પિતાની અત્યંત કથળતી સ્વાસ્થ્યની પરિસ્થિતિના કારણે હું અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે મારૂ નામ પાછું ખેંચું છું. વર્તમાન પરિસ્થિતિમાં નૈતિક રીતે આ જવાબદારી સ્વીકારવા અસક્ષમ છું. પાર્ટી દ્વારા જે પણ ઉમેદવારને પસંદ કરાવામાં આવશે તેમને મારો સંપૂર્ણ સાથ સહકાર આપીશ.