બોપલમાં કનકપુર જવેલર્સમાં બંદુકની અણીએ 73 લાખના લૂંટ કેસમાં આવ્યો નવો વળાંક

Ahmedabad Crime: બોપલમાં કનકપુર જવેલર્સમાં બંદુકની અણીએ 73 લાખના લૂંટ કેસમાં નવો વળાંક આવ્યો હોવાનું સામે આવ્યું છે. લૂંટ કર્યા બાદ મુદ્દામાલ ખાડો ખોદીને છુપાવ્યા હતા. બોપલમાં ખુલ્લા મેદાનમાં અવાવરું સ્થળે ઝાડીઓમાં આરોપીઓએ દાગીનાનો થેલો ખાડો ખોદીને છુપાવ્યો હતો. 73 લાખના દાગીના ભરેલો બેગ છુપાયો હતો. જેમાંથી થોડા દાગીના પહેરી લીધા હતા.

આ પણ વાંચો: પિતાએ કરી પુત્રની હત્યા, પિતાએ સોડિયમ નાઈટ્રાઈટ પાણીમાં પીવડાવી દીધું

લાઈવ ડિટેક્શન ટેસ્ટ કરવામાં આવ્યો
ગ્રામ્ય પોલીસે દાગીના છુપાયા હોવાના સ્થળે JCBથી ખોદકામ કરીને તપાસ કરી હતી. આરોપીઓ લૂંટ કરીને દાગીના છુપાવવા આવ્યા હતા કે નહીં તેની તપાસ માટે CCTV ચેક કર્યા હતા. આરોપીઓના લાઈવ ડિટેક્શન ટેસ્ટ કરવામાં આવ્યો છે. આ લૂંટ કેસમાં બિરેન્દ્ર કુમાર ખટીક, જાવેદ ઉર્ફે પતરી મુસ્લિમ,અમરસિંહ જાટબ અને જોતસિંગ દિવાકરની ધરપકડ કરવામાં આવી હતી. લૂંટનો મુદ્દામાલ ખરેખર આરોપીઓએ છુપાયો હતો કે પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યા છે.