January 7, 2025

ઉત્તરપ્રદેશના ડબલ મર્ડર ગુનાનો ભેદ ઉકેલ્યો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે, આરોપીઓ પર 50,000 રૂપિયાનું હતું ઈનામ

Ahmedabad Crime Branch: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાના ડબલ મર્ડરનોકેસ ઉકેલી નાખ્યો છે. આરોપીઓ પર 50,000 રૂપિયાનું ઈનામ હતું. સેંથાના રહેવાસી માતા અને પુત્રીની હત્યા અને મૃતદેહને સળગાવવા બદલ 50,000 રૂપિયાનું ઈનામ હતું. આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 4 ડિસેમ્બરે રૂમમાંથી માતા-પુત્રીના 80 ટકા બળેલા મૃતદેહ મળી આવ્યા હતા. આરોપીએ જૂના ઝઘડાની અદાવતમાં હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. આરોપી રાજનની સગી બેનનું ગળું દબાવી હત્યા કરી હતી. આ કેસમાં ઉત્તર પ્રદેશ પોલીસે અત્યાર સુધી કરુણાકર ઉર્ફે લલન સહિત એક મહિલાની ધરપકડ થઈ ચૂકી છે

આ પણ વાંચો: ઈઝરાયેલે ફરી ગાઝાને નિશાન બનાવ્યું, 24 કલાકમાં 59 લોકોના મોત

ચાર ટીમો કામે લાગી હતી
આ ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપીને પકડવા માટે SWAT, SOG, સર્વિસ લાન્સ ટીમ સહિતની ચાર ટીમો કામે લાગી હતી. મોબાઈલ સીડીઆર દ્વારા જાણવા મળ્યું હતું કે ગુના કર્યા બાદ આ હત્યારાઓ ગુજરાત, સુલતાનપુર, ગોંડા, સિદ્ધાર્થનગર, નેપાળ, નેપાળ, પ્રયાગરાજ, હરિદ્વાર, મુંબઈ, આંબેડકર નાકર સહિતના અનેક જિલ્લાઓમાં નાસતા ફરતા હતા. તમામ ફરાર આરોપીઓ પર 50,000 રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે.