February 22, 2025

હથિયારો રાખનાર સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ખાસ કાર્યવાહી, માહિતી આપનારને ઇનામ અપાશે

Ahmedabad Crime Branch: હથિયારો રાખનાર સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ખાસ કાર્યવાહી શરૂ કરી છે. જાહેર સ્થળોએ છરી, તલવાર, બંદૂક રાખનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવશે. સોશિયલ મીડિયામાં હથિયારો સાથે પોસ્ટ મુકનાર સામે કાર્યવાહી કરાશે. નાગરિકો ફોન નં. 63596 25365 પર જાણ કરી શકે છે. માહિતી આપનારની ઓળખ સુરક્ષિત રખાશે અને ઈનામ પણ અપાશે.

આ પણ વાંચો: ભારત-પાકિસ્તાન મેચ પહેલા યુવરાજ સિંહે કરી આ મોટી ભવિષ્યવાણી

પોસ્ટ મુકનાર સામે કાર્યવાહી
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જાહેર સ્થળોએ ખતરનાક હથિયારી, છરીઓ, ખંજર, તલવારો, બકો વગેરે રાખનારા વ્યક્તિઓ સામે ખાસ ઝુંબેશ શરૂ કરી છે. તેની સાથે વોટ્સએપ ગ્રુપ વોટસએપ સ્ટેટ્સ, ઈન્સ્ટાગ્રામ, ટવિટર, ફેસબુક અથવા અન્ય કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છરીઓ, ખંજર, તલવારો, બંદુકો, જ્વલનશીલ સામગ્રી વગેરે જેવા હથિયારોના ફોટા પોસ્ટ કરનારા વ્યક્તિઓ સામે પણ ખાસ ઝુંબેશ શરૂ કરી છે. કોઈપણ જાગૃત નાગરિક અમદાવાદ કાઈમ બ્રાન્ચને વોટસએપ મોબાઇલ નંબર – 63596 25365 પર જાણ કરી શકે છે. તમે કૃપા કરીને આવા વ્યક્તિઓના ફોટા, નામ અને સરનામું અથવા સ્થાન શેર કરી શકો છો. તમારી ઓળખ સુરક્ષિત રાખવામાં આવશે અને યોગ્ય ઇનામ પણ આપવામાં આવી શકે છે.