ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં નવો વળાંક, ક્રાઇમ બ્રાન્ચે આપી મોટી અપડેટ
Ahmedabad Crime Branch: ખ્યાતિ હોસ્પિટલ દર્દી મોતકાંડ કેસ મામલે ક્રાઈમ બ્રાન્ચે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં ખ્યાતિ કેસની ઘણી માહિતી આપવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું કે આ કેસમાં મુખ્ય આરોપી મિલિન્દ પટેલ , રાહુલ જૈન અને ચિરાગ રાજપૂત છે.
10 જેટલી ટીમ બનાવવામાં આવી છે
ખ્યાતિ હોસ્પિટલ દર્દી મોતકાંડને લઈને ક્રાઈમ બ્રાન્ચે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી. આ કેસમાં મુખ્ય આરોપી મિલિન્દ પટેલ , રાહુલ જૈન અને ચિરાગ રાજપૂત છે. આ કેસમાં મુખ્ય આરોપી મિલિન્દ પટેલ, રાહુલ જૈન અને ચિરાગ રાજપૂત છે. હોસ્પિટલનાં CEO ચિરાગ સાથેના પ્રતીક અને પંકિલ કામ કરતા હતા. આરોપી ચાઈનીઝ અને રશિયન એપથી વાતચીત કરતા હતા. 10 જેટલી ટીમ બનાવવામાં આવી છે. મુખ્ય આરોપી ચિરાગ રાજપૂત છે. મુંબઈમાં તેના વિરુદ્ધ ગુનો નોંધાયો છે. અગાઉ સાલ હોસ્પિટલમાં કામ કરતો હતો એની પગાર 7 લાખ રૂપિયા મહિને છે.
પૈસા આવતા હતા
રાહુલ જૈન સીએ તરીકે કામ કરતો હતો તેને હોસ્પિટલ ખર્ચા કે ગિફ્ટ આપવાનું બધું રાહુલ કરતો હતો. રાહુલ પણ પેલા સાલમાં કામ કરતો હતો. હોસ્પિટલની કમાણીની વાત કરીએ તો 70 ટકા સરકારી યોજના અને 30 ટકા ઓપીડી અને સજરીથી પૈસા આવતા હતા. મિલિન્દ પણ અગાઉ સાલમાં નોકરી કરી છે. અલગ અલગ ગામમાં મેડિકલ કેમ્પ યોજી ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરતા હતા. PMJAY યોજનામાં બે રીતે કેસ કરતા હતા. ઇમરજન્સી કેસમાં આ લોકો રિકવેસ્ત કરી પૈસા મેળવતા હતા.11 તારીખે સમગ્ર કેસ સામે આવ્યો. જેમાંથી એક દર્દી જેનું ઓપરેશન બાદ મોત થયું. આ સમયે ચિરાગે ફોન કરી મોત થઈ ગામના લોકો એકત્ર થયા હોવાનું ફોન પર જણાવ્યું હતું. મેડિકલ બોર્ડ દ્વારા નિવેદન માટે બોલાવવામાં આવ્યા ત્યારે તેમને ખબર પડી હતી કે FIR થવાની છે બાદમાં ફોન બંધ કરી દીધા. વાઇફાઇ અને ડોનગલ મારફતે સંપર્કમાં હતા. પ્રતીક ભટ્ટ અને પંકિલ બંને માર્કેટિંગમાં કામ કરતા હતા.
આવતીકાલે રિમાન્ડ માગવાના છીએ
ચિરાગ રાજપુતનું કામ ખ્યાતીના બ્રાન્ડ અને માર્કેટિંગનું છે. આસપાસની હોસ્પિટલ જેમાં એડમિશન ન થાય તેવા દર્દીઓને ખ્યાતિમાં દાખલ કરાવવા કહેતા. આસપાસની હોસ્પિટલના ડોકટરોને દર્દીઓ મોકલવા કમિશન મળતું હતું. અમે આવતીકાલે રિમાન્ડ માગવાના છીએ. રિમાન્ડના અલગ અલગ મુદ્દાઓ કોર્ટ સમક્ષ મુકવાના છીએ. ગત વર્ષે 11 કરોડ PMJAY દ્વારા મેળવવામાં આવ્યા છે. આ કોણે કોણ મદદ કરી છે અને પુરાવા નાશ કર્યો છે. ખ્યાતિ હોસ્પિટલમાંથી ત્રણ દર્દીઓના અગાઉ મોત થયા છે. વસ્ત્રાપુરમાં જાણવાજોગ નોંધી છે તેની તપાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો: IPL 2025: કોણ બનશે RCBનો નવો કેપ્ટન?
એનાલિસિસ આધારે ધરપકડ કરી
મુખ્યમંત્રી ,ગૃહમંત્રી અને ડીજીપી સીધી સૂચના છે કે કોઈ ને પણ છોડવામાં નહિ આવે. રાહુલ ,ચીરાગ રાજપૂત અને મિલિન્દ એક સાથે ભાગ્યા હતા. એક ગાડીમાં ગયા હતા સીધા જ ઉદ્દયપુર ભેગા થયા હતા. અન્ય બે આરોપી પ્રતીક અને પંકીલ પણ રાજસ્થાન ગયા હતા. ખેડા ફાર્મ હાઉસમાં તાલુકા કપડવંજના ઉકેરડીના મુવાડા પ્રતીક કાંતિલાલ પટેલ ફાર્મ રોકાયા હતા. ચીરાગ,મિલિન્દ ,પ્રતીક અને પંકિલ ફાર્મ હાઉસમાંથી પકડાયા છે. રાહુલ ઉદયપુરથી પકડાયો છે. આ ટ્રેક કરવું ખૂબ મુશ્કેલ હતું પણ ક્રાઇમ ડીસીપી અજીત રાજયણ એ સાયબર એક્સપર્ટની મદદ અને ટેકનિકલ એનાલિસિસ આધારે ધરપકડ કરી છે.