January 31, 2025

ઇ-કોમર્સ વેબસાઇટ હેક કરી છેત્તરપિંડી આચરતી ગેંગને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ: સિક્યુરીટી ટેસ્ટીંગ સોફટવેરની મદદથી ઇ-કોમર્સ વેબસાઇટ હેક કરી વેબસાઇટ પરથી નજીવા ભાવે પ્રોડક્ટ ખરીદ કરી બનાવટી એડ્રેસ પર પ્રોડક્ટ મેળવી મર્ચન્ટ કંપની સાથે છેત્તરપિંડી ઠગાઇ કરતી ગેંગને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી છે.

ઓનલાઇન કસીનો સટ્ટા બેટીંગની અલગ અલગ વેબસાઇટોના કલાઇન્ટ આઇ.ડી. મેળવી પોતાનાં આર્થીક ફાયદા સારૂ મોબાઇલ ફોન તથા લેપટોપમાં ઓનલાઇન કસીનો સટ્ટા બેટીંગની હારજીતનો જુગાર રમતા આરોપીઓ પકડાયેલ છે. બનાવ બાબતે આરોપીઓની વધુ પુછપરછ કરતા આરોપીઓ એકબીજા સાથે ભેગામળી ફ્રીમાં ઓનલાઇન મળતા ડી-બગીંગ સોફ્ટવેરનો ઉપયોગ કરીને ટાર્ગેટેડ e-કોમર્સ વેબસાઇટ, ઓનલાઇન કસીનો વેબસાઇટ હેક કરી તથા પેમેન્ટ ગેટ-વેઝની પ્રોસેસમાં ચેડા કરી પ્રોડક્ટને નજીવા ભાવે મેળવી તેને વેચાણ કરી રૂપીયા કમાતા હતા. આ આરોપીઓએ હાલ સુધી આશરે રૂ.7 કરોડની છેત્તરપિંડી ઠગાઈ કરેલ હોવાની કબૂલાત કરેલ છે. જેની આગળની તપાસ હાલમાં ચાલુ છે.

પકડાયેલ આરોપીઓ
(1) વિજય સ/ઓફ અમરાભાઇ કાળુભાઇ વાઘેલા રહે. મ.નં.6, અશ્વમેઘ ટેનામેન્ટ, સોનરીયા બ્લોકની સામે, બાપુનગર, અમદાવાદ શહેર,
રોલ- સર્ચ એંજીન પરથી ડી-બગીંગ સોફટવેર મેળવી બગ હંટીગ કરી વેબસાઇટ કોમ્પ્રોમાઇઝ કરી પ્રોડક્ટ ઓર્ડર પ્લેસ કરવા.
(2) નિતેશ ઉર્ફે છોટુ સ/ઓફ સીતારામ નારાયણ મડતા રહે. 776/5465, ગુજરાત હાઉસીંગ બોર્ડ, ગાયત્રી મંદિર પાસે, બાપુનગર, અમદાવાદ શહેર
રોલ- આરોપી વિજય વાઘેલાએ કરેલ બગ હંટીગથી મેળવેલ પ્રોડક્ટને વેચાણ કરી રૂપીયા મેળવવાનું
(3) આદીલ સ/ઓફ વિજયભાઇ કાંતીલાલ પરમાર રહે. મ.નં.77, રામીની ચાલી, ઓજસ હોસ્પિટલની બાજુમાં, રખીયાલ રોડ, રખીયાલ, અમદાવાદ શહેર
રોલ- ઓનલાઇન સટ્ટાની વેબસાઇટ ઉપર પ્રાઇઝ પ્રેડીકશન કરી જુગાર રમી રૂપીયા કમાવવા.

કબજે કરવામાં આવેલ મુદ્દામાલ
ગોલ્ડન કલરનો એપ્પલ કંપનીનો આઇફોન-16 પ્રોમેક્સ મોબાઇલ ફોન જે મોબાઇલ ફોનની કિં.રૂ. 1,25,000/-
કાળા કલરનું Asus કંપનીનું tuf gaming લેપટોપ, જે લેપટોપની કિં.રૂ. 1,00,000/-
કાળા કલરનો સેમસંગ કંપનીનો S23 Ultra મોબાઇલ ફોન, જે મોબાઇલ ફોનની કિં.રૂ. 30,000/- ગણાય.
વ્હાઇટ ગોલ્ડ કલરનો સેમસંગ કંપનીનો Z FOLD 4 મોબાઇલ ફોન જે મોબાઇલ ફોનની કિં.રૂ. 40,000/-
લીલા કલરનો એપ્પલ કંપનીનો આઇફોન-૧૩ S23 Ultra મોબાઇલ ફોન, જે મોબાઇલ ફોનની કિં.રૂ. 25,000/-
એક વાદળી કલરનું જીઓ કંપનીનું ૩૦૦mbps વાઇફાઇ રાઉટર, જે વાઇફાઇ રાઉટરની કિં.રૂ. 1000/-
એક કાળા કલરની SEAGATE કંપનીની હાર્ડ ડીસ્ક, જેની કિં.રૂ.5000/-
બે SSD ડ્રાઇવ છે. જે બંનેની કિં.રૂ. 5000/-
PNG JEWELLERS ના સોનાની ખરીદીના બીલ નંગ – 11
એક વાદળી પીળા કલરના પુંઠાવાળી નોટ બુક વિગેરે મુદ્દામાલ જેની તમામની કિં.રૂ. 3,31,000/- ગણી શકાય.

ઓનલાઇન સર્ચ એંજીન ઉપર ઇ-કોમર્સ વેબસાઇટ તથા કસીનો બેટીંગ વેબસાઇટ સર્ચ કરી તે વેબસાઇટમાં સર્ચ એંજીન પરથી મેળવેલ ક્રેડીટ તથા ડેબીટ કાર્ડ નંબર મેળવી તે માહિતી આધારે વેબસાઇટ પરથી શરૂઆતમાં ચોક્ક્સ પેમેન્ટ ગેટ વે પરથી પ્રોડક્ટ ખરીદ કરી ટ્રાંઝેકશન કરી વેબસાઇટ સ્ક્રીપ્ટથી માહિતગાર થઈ ડી-બગીંગ સોફટવેર મારફ્તે વેબસાઇટ સાથે છેડછાડ કરી મૂળ કિંમત કરતા નજીવી રકમને પેમેન્ટ ગેટ-વેમાં એન્ટર કરી ખોટા સરનામે ઓર્ડર પ્લેસ કરી પ્રોડક્ટ મેળવી મર્ચન્ટ કંપની સાથે છેત્તરપિંડી ઠગાઇ કરવી. આરોપીઓ પ્રાઇઝ મોડીફિકેશન તથા રિસ્પોન્સ સ્ક્રિપ્ટ ચેન્જ ટેકનીકનો ઉપયોગ કરી ડી-બગીંગ સોફટવેર દ્વારા ઇ-કોમર્સ વેબસાઇટ તથા કસીનો બેટીંગ વેબસાઇટને કોમ્પ્રોમાઇઝ કરતા આવતા હતાં.

આરોપીઓ દ્વારા ટાર્ગેટ કરવામાં આવેલ વેબસાઇટ
www.pngjewellers.com
robu.in.

ઉપરોક્ત વિક્ટીમ/ટાર્ગેટ વેબસાઇટ સિવાય અન્ય કોઇ વેબસાઇટ ટાર્ગેટ કરવામાં આવેલ છે કે કેમ? તેની તપાસ ચાલુમાં છે.