ચંડોળા તળાવમાં ડિમોલિશન મામલે હર્ષ સંઘવીએ કહ્યુ – કામગીરી નિયમ આધારિત કરવામાં આવી

અમદાવાદઃ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ જગ્યાની મુલાકાત લીધી હતી અને જણાવ્યુ હતુ કે, અહીં લોકો ગેરકાનૂની રીતે નિવાસ કરી રહ્યા છે.
તેઓ વધુમાં જણાવે છે કે, ‘છેલ્લા ઘણા સમયથી અહીં દેહવ્યાપાર ચાલુ છે. અહીંના લોકો ચોરી સિવાયનાં ઘણા ગુનાઓ સાથે જોડાયેલા છે. પાંચ વર્ષ પહેલા બાંગ્લાદેશીઓને અહીંથી ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. હાલ પણ જે કામગીરી થઈ રહી છે તે સંપૂર્ણ નિયમ આધારિત કાર્યવાહી કરવામાં આવી છે. ગઇકાલે ઘણું ડિમોલિશન કરવામાં આવ્યું છે.’
તેઓ કહે છે કે, ‘આપડે ત્યાં કાર્યવાહી શરૂ કરી છે કે, જ્યાં ચાર અલકાયદા સપોર્ટર આતંકવાદીઓને પકડ્યા છે. અહીંથી નાની નાની મુસ્લિમ છોકરીઓને દેહવ્યાપારનો શિકાર બનાવવામાં આવતી હતી. આપણે તે જગ્યાએ કાર્યવાહી કરી છે, જ્યાંથી ગેરકાયદેસર બાંગ્લાદેશી મળી આવ્યા છે. ગુજરાતના ખૂણે ખૂણેથી બાંગ્લાદેશી, પાકિસ્તાની કોઈને છોડવામાં નહીં આવે. મોદીજી વખતે અનેક જગ્યા પર સ્ટે હતા. પરંતુ હવે બીજેપીના કારણે આ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.’