બાંગ્લાદેશીઓ પહેલાં આતંકીઓનો અડ્ડો હતું ચંડોળા તળાવ, 2023માં 4 આતંકી પકડાયા હતા

Ahmedabad Chandola Lake Mega Demolition: શહેરના ચંડોળા તળાવ પર બાંગ્લાદેશીઓએ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે દબાણ કર્યું હતું. ત્યારે હવે અમદાવાદ મહાનગરપાલિકા તંત્રએ આ દબાણ હટાવવા માટે મેગા ડિમોલિશન ઓપરેશન હાથ ધર્યું છે.

બાંગ્લાદેશી ઘૂસણખોરો પહેલાં આતંકીઓએ અમદાવાદના ચંડોળા તળાવને અડ્ડો બનાવ્યો હતો. વર્ષ 2023માં અહીંથી જ ખૂંખાર આતંકીઓ પકડાયા હતા. ગુજરાત ATSએ 22 મે, 2023ના રોજ 4 આતંકીઓને ઝડપ્યા હતા. ગુજરાત ATSએ મૂળ બાંગ્લાદેશી AQISના 4 આતંકીઓને દબોચ્યા હતા. સોજીબ, મુન્ના ખાલીદ અંસારી, અઝરુલ અંસારી, મોમીનુલ અંસારી પકડાયા હતા.

ગઈકાલે આ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ કરાયેલા તમામ વસાહતના વીજ જોડાણ કાપી નાંખવામાં આવ્યા હતા. ટોરેન્ટ પાવરની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ત્યાં પહોંચ્યા હતા અને તમામના વીજ જોડાણ કાપી નાંખવામાં આવ્યા હતા.

ચંડોળા તળાવમાં ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા રિસોર્ટ અને ઝૂંપડપટ્ટીઓ તોડી પડાશે. મોટી સંખ્યામાં પોલીસ કાફલા અને AMCના અધિકારીઓ હાજર રહેશે. અધિકારીઓની હાજરીમાં ઓપરેશન ક્લિનની શરૂઆત થશે. ઓપરેશન ક્લિન માટે 100 જેટલા JCB અને ટ્રકો પહોંચ્યા છે. ગઈકાલે પોલીસ કમિશનર જીએસ મલિકે ચંડોળા તળાવની મુલાકાત લીધી હતી. ગઈકાલે ટોરેન્ટ દ્વારા વીજ કનેક્શન કાપવામાં આવ્યા હતા. અત્યાર સુધીની કાર્યવાહીમાં 105થી વધુ ઘુસણખોર બાંગ્લાદેશીઓ હોવાની પુષ્ટિ થઈ છે.