બાંગ્લાદેશીઓના ડોક્યુમેન્ટ્સ બનાવવામાં કોંગ્રેસના નેતાની સંડોવણી? તપાસમાં ચોંકાવનારો ખુલાસો

અમદાવાદઃ ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશીઓ સામે તવાઈ બોલાવવામાં આવી છે. ત્યારે હવે તેમાં કોંગ્રેસના એક નેતાની સંડોવણી સામે આવી છે. ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓના ડોક્યુમેન્ટ બનાવવામાં કોંગ્રેસના એક યુવા નેતાનું નામ સામે આવ્યું છે.
અમદાવાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં આ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. સરકાર આ મામલે સત્તાવાર રીતે નામની જાહેરાત કરી શકે છે. કોંગ્રેસના આ નેતા સામે સરકાર કડકમાં કડક પગલાં ભરે તેવી શક્યતા છે. હાલ ગૃહ રાજ્યમંત્રી સાથે બેઠકમાં પણ આ મુદ્દો ચર્ચવામાં આવશે. ગૃહમંત્રીની સૂચના બાદ સતાવાર રીતે પોલીસ કોંગ્રેસના નેતા સામે પગલાં ભરી શકે છે.