અમદાવાદના અજિત રેસિડેન્સીમાં અંગત અદાવતમાં હુમલો, સગીર સહિત 7ની ધરપકડ

અમદાવાદઃ ગઈકાલે રાતે અજિત રેસિડેન્સીમાં મારામારીનો બનાવ બન્યો હતો. ત્યારે આ મામલે પોલીસે એક સગીર સહિત કુલ 7 આરોપીની ધરપકડ કરી છે.
આ ઘટનામાં આરોપી અને ફરિયાદી સુંદરમનગર બાપુનગરમાં આજુબાજુમાં રહે છે. બંને વચ્ચે જૂના ઝઘડા ચાલતા આવતા હતા. ગત રાત્રે કોઈ સામાજિક પ્રસંગે રખિયાલ બંને જૂથ ભેગા થયા હતા. જૂની અદાવતને કારણે નાની-મોટી બોલાચાલી બની હતી. આરોપી ફરિયાદીના ઘરે ગ્રુપ લઈને ફરિયાદીને માર-મારવાના ઇરાદે હાથમાં તલવારો તેમજ છરા લઈને આવીને ઝઘડો કર્યો હતો.
આ મામલે ફરિયાદીએ તાત્કાલિક પોલીસને ઘટનાની જાણ કરી હતી અને આ મામલે ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદને આધારે રખિયાલ પોલીસે તમામ આરોપીઓને તાત્કાલિક પકડી પાડવામાં આવ્યા છે. આ ઘટનામાં કુલ સાત આરોપીને પકડવામાં આવ્યા છે. આરોપીઓમાં 6 પુખ્ત વયના અને 1 જુવેનાઈલ છે.
આરોપીના નામઃ
1. અફવાત મ. અંજુમ સિદ્દીકી
2. અસરફ અદાદતખાન પઠાણ
3. અમ્મર મ.અંજુમ સિદ્દીકી
4. મ. કાલિમ તોફીક સિદ્દીકી
5. મ. અજીમ તોફીક સિદ્દીકી
6. પઠાણ જાવેદ આલમ નિયાસ ખાન
7. જુવેનાઈલ