June 30, 2024

સુનીલ શેટ્ટીનો પુત્ર ફરી ચર્ચામાં, કારણ છે દુઃખદ

સુનીલ શેટ્ટીનો પુત્ર અને બોલીવૂડ એક્ટર અહાન શેટ્ટી ફરી ચર્ચામાં આવી ગયા છે. આ વખતે ચર્ચાનું કારણે તેમની ફિલ્મ નહીં, પરંતુ તેની પર્સનલ લાઈફની અપડેટને લઈને છે. મળતી માહિતી અનુસાર, અહાનનું તેની ગર્લફ્રેન્ડ તાનિયા શ્રોફ સાથે બ્રેકઅપ થઈ ગયું છે. અહાન અને તાનિયા છેલ્લા 11 વર્ષથી રિલેશનશિપમાં હતા.

બ્રેકઅપ થવાનું કારણ શું છે?

આ કપલનું બ્રેકઅપ દોઢ મહિના પહેલા થઈ ગયું છે, પરંતુ બંન્ને તરફથી કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં નથી આવી. અહાન અને તાનિયા બંન્ને નાનપણથી સાથે હતા. બંન્નેએ સાથે અભ્યાસ કર્યો અને પ્રેમમાં પડ્યા, પરંતુ હવે બંન્ને કપલના રસ્તાઓ અલગ અલગ થઈ ગયા છે. બંન્નેના સોશિયલ મીડિયા અપડેટની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી બંન્નેએ એકબીજા સાથેના ફોટોઝ પોસ્ટ નથી કહ્યા, પરંતુ હજુ પણ બંન્ને એકબીજાના ફ્રેન્ડ છે અને ફોલો પણ કરે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં દારૂબંધીથી ‘મુક્તિ’ની આ શરૂઆત….!

કોણ છે તાનિયા શ્રોફ?

તાનિયા શ્રોફ એક ફેમસ મોડલ અને બિઝનેશમેન ફેમિલીમાંથી આવે છે. તાનિયા ઈન્ડસ્ટ્રિયલ જેદેવ અને રોમિલા શ્રોફની પુત્રી છે. હવે વાત અહાનની કરીએ તો તેણે એક્ટિંગમાં ડેબ્યુ કરી લીધું છે. તેની પહેલી ફિલ્મ ‘તડપ’ તારા સુતારિયા સાથે હતી. મહત્વનું છેકે, તાનિયા શ્રોફ ઘણી વખત સુનીલ શેટ્ટીના પારિવારિક ફંકશનમાં જોવા મળી છે. તે ફિલ્મ તડપની સ્ક્રીનિંગ વખતે પણ અહાનની સાથે જોવા મળી હતી. આ ઉપરાંત સુનીલ શેટ્ટીએ પણ અનેક વખત ઈન્ટરવ્યૂમાં તાનિયાની વાત કરી ચૂક્યા છે. સુનીલે કહ્યું હતું કે, તેઓ તાનિયાને પોતાની પુત્રી જેવું માને છે.