November 26, 2024

તિરૂપતિ લડ્ડુ પ્રકરણ બાદ હવે વિશ્વનાથ ધામના પ્રસાદનું પણ કરાયું ચેકિંગ

Tirupati Laddu Row: તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ચરબી મળવાના અહેવાલો બાદ સનાતન ધર્મના લોકો સહિત તમામ લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. આ પ્રકરણ સામે આવ્યા બાદ કાશીમાં પણ પ્રસાદને લઈને તકેદારી શરૂ થઈ ગઈ છે. આ ક્રમમાં શનિવારે સવારે અચાનક કાશી વિશ્વનાથ ધામમાં બનતા પ્રસાદની ગુણવત્તા ચેક કરવા માટે ડેપ્યુટી કલેકટર શંભુ શરણ આવી પહોંચ્યા હતા.

ડેપ્યુટી કલેકટર શંભુ શરણે કાશી વિશ્વનાથ મંદિરમાં મળતા પ્રસાદની સ્થળ પર જઈને ગુણવત્તા અને શુદ્ધતાની તપાસ કરી હતી. તેમણે જે સ્થળે પ્રસાદ બનાવવામાં આવે છે તે સ્થળનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન અધિકારીએ કડક શબ્દોમાં નિર્દેશ આપતા કહ્યું હતું કે માપદંડોનું કડક શબ્દોમાં પાલન કરવામાં આવે.

આ પણ વાંચો: ગુજરાતમાં ફરી ટ્રેન ઉથલાવવા માટેનું કાવતરું, ટ્રેક-સ્લીપર છૂટા પાડી દીધાં