December 17, 2024

બાબા સિદ્દીકીની હત્યા બાદ હવે પુત્રને મળી જાનથી મારી નાંખવાની ધમકી

Baba Siddique vs Lawrence Bishnoi: બાબા સિદ્દીકીની હત્યા બાદ હવે તેના પુત્ર જીશાન સિદ્દીકીને મળીજાનથી મારી નાખવાની ધમકી આપી છે. આ ધમકીભર્યો કોલ જીશાન સિદ્દીકીની બાંદ્રા ઈસ્ટ સ્થિત જનસંપર્ક કાર્યાલયના ફોન પર આવ્યો છે. ધમકી મળતાની સાતે જીશાન સિદ્દીકીના નિવાસસ્થાન અને ઓફિસ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.

બાબા સિદ્દીકીના પુત્રને મારી નાખવાની ધમકી
બાબા સિદ્દીકીની હત્યાના થોડા જ દિવસો થયા છે ત્યાં તેના પુત્ર જીશાન સિદ્દીકીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ઓફિસના લેન્ડલાઈન નંબર પર ફોન કરીને કોઈ અજાણ્યા વ્યક્તિએ ઝીશાન સિદ્દીકીને આ ધમકી આપી છે. પોલીસ અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે ધમકીભર્યો કોલ બાંદ્રા પૂર્વમાં જીશાન સિદ્દીકીના જનસંપર્ક કાર્યાલયના ફોન પર આવ્યો હતો.

આ પણ વાંચો: લોરેન્સ બિશ્નોઈ ગેંગે અભિનવ અરોરાને મારી નાંખવાની ધમકી આપી હોવાનો દાવો

કેવી રીતે થઈ બાબા સિદ્દીકીની હત્યા?
પૂર્વ મંત્રી બાબા સિદ્દીકી 12મી ઓક્ટોબરે મોડી રાત્રે તેમના પુત્ર જીશાન સિદ્દીકી જે બાંદ્રા પૂર્વના કોંગ્રેસના ધારાસભ્ય છે. તેમની ઓફિસમાંથી બહાર નીકળી રહ્યા હતા. બાંદ્રામાં એક જ સમયે 3 શૂટરોએ બાબા સિદ્દીકીને ગોળી મારી હતી. તેમને તાત્કાલિક લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. પરંતુ બાબા સિદ્દીકીને બચાવી શકાયા ન હતા બાબા સિદ્દીકીની હત્યા બાદ એ વાત સામે આવી હતી કે માત્ર બાબા સિદ્દીકી જ નહીં પરંતુ તેનો પુત્ર જીશાન સિદ્દીકી પણ હુમલાખોરોના નિશાના પર હોઈ શકે છે. પિતા બાબા સિદ્દીકી અને પુત્ર ઝીશાન ઓફિસથી એકસાથે ઘરે જવાના હતા. પરંતુ જીશાન સિદ્દીકીનો ફોન આવ્યો જેના પછી તે ઓફિસમાં જ રોકાયો અને બાબા સિદ્દીકી એકલા ઘરે જવા નીકળ્યા અને તેના પર ફાયરિંગ કરવામાં આવ્યું.