દાહોદમાં નકલી NA કૌભાંડ બાદ મનરેગામાં કૌભાંડ બહાર આવતા ખળભળાટ

નીલુ ડોડીયાર, દાહોદ: નાણાંકીય વર્ષ 2021થી 2025 ચાર વર્ષના સમયગાળા દરમિયાન દેવગઢ બારીયાના કુવા, રેઢાણા, ધાનપુરના સિમોઇમાં માત્ર દેખાડા પૂરતું કામ કરાયું છે. ધાનપુર- દે.બારિયામાં 71 કરોડના કામોમાં ગેરરીતિ સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. દાહોદ પોલીસ દ્વારા 4 જેટલા ઈસમોની ધરપકડ કરાઈ છે. તાલુકા પંચાયતના આઉટસોર્સિંગ ACCOUNT ASSISTANT કર્મચારી જયવીર નાગોરી, મહિપાલસિંહ ચૌહાણ GRS ગ્રામ રોજગાર સહાયકની પણ ધરપકડ કરવામાં આવી છે. તેમજ બારીયા ફુલસિંહ રમેશ, મંગળસિંહ પટેલીયાની ધરપકડ કરાઈ છે.

ધાનપુર તેમજ દેવગઢ બારીયાના ત્રણ ગામોમાં સ્થળ પર મનરેગાના 20% કામો પણ ન કરાયા માલ સમાન સપ્લાઇ કરનાર દેવગઢ બારીયાની 28 તેમજ ધાનપુરની 7 એજન્સીઓ સામે ગુનો દાખલ કરાયો હતો. કુલ 35 એજન્સી સામે રકમ સહિત નામજોગ ગુનો દાખલ કરતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચ્યો છે. DRDA નિયામકે બી.એમ પટેલ દ્વારા દાહોદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.