ઓપરેશન સિંદૂર પછી શું IPL 2025 મોટી મુશ્કેલીમાં છે? JioHotstar મેઇલ સર્વર હેક થયું

Operation Sindoor: ભારતે પાકિસ્તાનને તેના કર્મનો જવાબ આપ્યો છે. આ પછી પાકિસ્તાનના લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે એવી માહિતી સામે આવી છે કે પાકિસ્તાની હેકર્સે Jio Hotstar ના મેઇલ સર્વરને હેક કરી લીધું છે. IPL 2025મની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.

આ પણ વાંચો: IPL 2025: શું મુંબઈ-પંજાબ વચ્ચેની મેચ ખસેડવામાં આવશે? બધું જાણો

આ મેચ અંગે કોઈ અપડેટ આપ્યું નથી
IPL 2025માં મોટી સમસ્યા આવી શકે છે. IPL 2025 નું સત્તાવાર લાઇવ સ્ટ્રીમિંગ JioHotstar પર કરવામાં આવે છે. ઓપરેશન સિંદૂર પછી હવે પાકિસ્તાની હેકર્સે Jio Hotstar ના મેઇલ સર્વરને હેક કરી લીધું હોવાનું સામે આવ્યું છે. IPLના લાઇવ સ્ટ્રીમિંગમાં સમસ્યા આવી શકે છે. ધર્મશાળામાં પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચ રમાવાની છે. આ મેચ ધર્મશાળાને બદલે મુંબઈમાં શિફ્ટ થઈ શકે છે. જોકે BCCI એ હજુ સુધી આ મેચ અંગે કોઈ અપડેટ આપ્યું નથી.