અફઘાનિસ્તાન-તાજિકિસ્તાનમાં 5.9ની તીવ્રતાનો ભૂકંપ, કાશ્મીર-દિલ્હી સુધી અનુભવાયા આંચકા

Afghanistan: અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદી વિસ્તારમાં 5.9 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના આંચકા જમ્મુ અને કાશ્મીરમાં પણ અનુભવાયા હતા. ભૂકંપની ઊંડાઈ જમીનથી 86 કિમી નીચે હતી. ભૂકંપના આંચકા અનુભવાયા બાદ લોકોમાં ગભરાટનો માહોલ છવાઈ ગયો હતો. ભારતીય સમય મુજબ બપોરે 12.20 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને થોડીક સેકન્ડ સુધી ચાલુ રહ્યા હતા. જોકે, કોઈ જાનમાલના નુકસાનના તાત્કાલિક કોઈ અહેવાલ નથી.

અફઘાનિસ્તાન ઉપરાંત પાકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. શનિવારે (૧૯ એપ્રિલ) સવારે 11.47 વાગ્યે ઇસ્લામાબાદ અને દેશના ઉત્તરીય વિસ્તારોમાં ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 નોંધાઈ છે. તેનું કેન્દ્ર પણ અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદી વિસ્તાર હતું. રાહતની વાત એ છે કે અત્યાર સુધી કોઈ જાનમાલના નુકસાનની કોઈ માહિતી નથી.

આ પણ વાંચો: ગુજરાતીઓ ચેતીજજો! કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગે આપ્યું યલો એલર્ટ

એક અઠવાડિયામાં પાકિસ્તાનમાં આ ત્રીજો ભૂકંપ છે. આ પહેલા 13 એપ્રિલે 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્ર ઇસ્લામાબાદ નજીક રાવલપિંડીમાં હતું. પંજાબ અને ખૈબર પખ્તુનખ્વા (KPK) ના ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સતત ભૂકંપના આંચકાને કારણે સ્થાનિક લોકો ભયભીત છે, ઘણી જગ્યાએ સાવચેતીના પગલા તરીકે શાળાઓ અને ઓફિસો ખાલી કરાવવામાં આવી છે.