અફઘાનિસ્તાન: કાબુલમાં બ્લાસ્ટ, તાલિબાન સરકારના મંત્રી હક્કાની સહિત 12ના મોત
Afghanistan Kabul Blast: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આજે થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં તાલિબાન સરકારમાં શરણાર્થી બાબતોના મંત્રીનું મોત થયું હતું. ગૃહ મંત્રાલયના અધિકારીઓએ માહિતી આપતા કહ્યું, વિસ્ફોટ મંત્રાલયની અંદર થયો હતો અને શરણાર્થી બાબતોના મંત્રી ખલીલ હક્કાનીનું મૃત્યુ થયું હતું. ત્રણ વર્ષ પહેલા અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ સત્તા પર કબજો મેળવ્યા બાદ બોમ્બ વિસ્ફોટોમાં માર્યા ગયેલા ટોચના અધિકારીઓમાં હક્કાનીનો એક હતો. વિસ્ફોટની જવાબદારી કોઈએ લીધી નથી.
There has been a big explosion in Kabul, the capital of Afghanistan. 12 people including a minister of Taliban government died in this blast. the blast took place in the ministry premises during a meeting.#KabulBlast #KabulBombBlast #AfghansitanNews #RefugeesMinistry pic.twitter.com/FQm1bzAyeH
— Ravi Pandey🇮🇳 (@ravipandey2643) December 11, 2024
તાલિબાનને મોટો ફટકો
ખલીલ રહેમાન હક્કાનીના મોતને તાલિબાન માટે મોટો ફટકો માનવામાં આવે છે. હક્કાની આ સંગઠનના ટોચના નેતૃત્વનો ભાગ હતો. વિસ્ફોટ બાદ મંત્રાલય પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બ્લાસ્ટને કારણે ઘણા લોકો ઘાયલ પણ થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વિસ્ફોટમાં આત્મઘાતી બોમ્બરનું પણ મોત થયું છે અને ઘણા લોકો ઘાયલ થયા છે.
BREAKING: A suicide bombing in Kabul has killed Khalil Haqqani, the Taliban refugee minister, Interior Ministry officials say. https://t.co/07T7LBVQEd
— The Associated Press (@AP) December 11, 2024
તાલિબાન સરકારે શું કહ્યું?
તાલિબાન સરકારે હુમલાની નિંદા કરી છે અને કહ્યું છે કે આ હુમલો તેમના નેતૃત્વને અસ્થિર કરવાનો હેતુ હતો. તાલિબાને આ હુમલા પાછળ કોઈ ચોક્કસ જૂથ કે સંગઠનનું નામ લીધું નથી. આ ઘટના બાદ તાલિબાને સુરક્ષા વધારવા અને આવા હુમલા રોકવા માટે અનેક પગલાં લેવાની વાત કરી છે.