June 28, 2024

નશામાં ધૂત Raveena Tandon…મહિલા સાથે મારપીટનો આરોપ, વાયરલ થયો Video

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડન પર શનિવારે મોડી રાત્રે મુંબઈના બાંદ્રા ઉપનગરમાં ત્રણ લોકો સાથે દુર્વ્યવહાર અને હુમલો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેમજ અભિનેત્રીને સ્થાનિક લોકો દ્વારા ઘેરી લેવામાં આવી હતી અને હુમલો કરવામાં આવ્યો હોવાનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયો પર લોકોની પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. ચાલો જાણીએ શું છે મામલો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર રવિનાના ડ્રાઈવર પર રિઝવી કોલેજ પાસે કાર્ટર રોડ પર ત્રણ લોકોને માર મારવાનો આરોપ છે અને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું તો અભિનેત્રી કથિત રીતે નશાની હાલતમાં કારમાંથી બહાર આવી અને પીડિતો સાથે દુર્વ્યવહાર કર્યો . વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે પીડિતા અને સ્થાનિક લોકો રવિનાને ઘેરીને પોલીસને બોલાવી રહ્યાં છે. પીડિતોમાંથી એકને એમ કહેતા સાંભળી શકાય છે, “તમે આજની રાત જેલમાં વિતાવશો. મારા નાકમાંથી લોહી નીકળે છે.”

રવીનાએ લોકોને વિડિયો રેકોર્ડ ન કરવા વિનંતી કરી અને જ્યારે સ્થાનિક લોકોએ તેના પર હુમલો કર્યો, ત્યારે તે વીડિયોમાં કહેતી સાંભળી શકાય છે, “ધક્કો ન મારશો. કૃપા કરીને મને મારશો નહીં.”

આ પણ વાંચો: વિરાટ કોહલીને અમેરિકા પહોંચતા મળ્યો આ એવોર્ડ, ICCએ વીડિયો શેર કર્યો

બાદમાં એક વ્યક્તિ વીડિયોમાં મોહમ્મદને સમગ્ર ઘટના સંભળાવતો જોઈ શકાય છે. તેણે જણાવ્યું કે તેની માતા, બહેન અને ભત્રીજી રિઝવી કોલેજ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રવીનાના ડ્રાઈવરે તેની માતા પર કાર ચલાવી હતી. તેણે કહ્યું, “જ્યારે તેણે વિરોધ કર્યો ત્યારે ડ્રાઈવરે મારી ભત્રીજી અને મારી માતા પર પણ હુમલો કર્યો. બાદમાં રવિના પણ નશાની હાલતમાં બહાર આવી અને તેણે મારી માતાને એટલો માર્યો કે તેને માથામાં ગંભીર ઈજાઓ થઈ.”

તેણે દાવો કર્યો કે તે અને પીડિતા ચાર કલાકથી ખાર પોલીસ સ્ટેશનમાં રાહ જોઈ રહ્યા છે. પરંતુ તેમની ફરિયાદ લેવામાં આવી રહી નથી. તેણે કહ્યું, “તેઓએ અમને પોલીસ સ્ટેશનની બહાર મામલો પતાવવાનું કહ્યું હતું. પરંતુ અમે તેમની સાથે શા માટે સમાધાન કરીશું? મારી માતા પર હુમલો કરવામાં આવ્યો છે અને હું ન્યાયની માંગ કરું છું.”