December 23, 2024

અભિનેત્રી જયા પ્રદા ફરાર જાહેર

Film actress Jaya Prada Case: 2019ની લોકસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન ભાજપના ઉમેદવાર જયા પ્રદા વિરુદ્ધ રામપુરમાં આચારસંહિતાના બે કેસ નોંધાયા હતા. તેમની સુનાવણી રામપુરની સાંસદ-ધારાસભ્ય વિશેષ અદાલત (મેજિસ્ટ્રેટ ટ્રાયલ)માં ચાલી રહી છે. માહિતી અનુસાર જયા પ્રદા અગાઉની ઘણી તારીખો હાજર રહી નથી.

બીજી બાજુ કોર્ટ તરફથી વારંવાર સમન્સ જારી કરવામાં આવ્યા હતા, ત્યારબાદ જયા પ્રદા સામે બિનજામીનપાત્ર વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારે પણ જયા પ્રદા કોર્ટમાં હાજર થયા ન હતા. કોર્ટે જયા પ્રદા સામે સાત વખત બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યા હતી અને ત્યારબાદ એસપી રામપુરને વારંવાર જયાપ્રદાને રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ જયા હજુ પણ હાજર થઈ નથી.

6 માર્ચે કોર્ટમાં રજૂ કરવાનો આદેશ
માહિતી અનુસાર હવે કોર્ટે મંગળવારે કડક વલણ અપનાવ્યું અને પૂર્વ સાંસદ અને અભિનેત્રી જયા પ્રદાને ફરાર જાહેર કરી અને તેની સામે 82 સીઆરપીસી હેઠળ કાર્યવાહી કરીને પોલીસ અધિક્ષકને ડેપ્યુટી એસપીના નેતૃત્વ હેઠળ એક ટીમ બનાવવા અને 6 માર્ચ, 2024 ના રોજ કોર્ટમાં હાજર કરવા સૂચના આપવામાં આવી છે.