શું નોકરી બદલ્યા પછી UAN એક્ટિવેટ કરવું જરૂરી છે?
UAN: શ્રમ અને રોજગાર મંત્રાલયે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) ને એમ્પ્લોયરો સાથે મળીને એક ઝુંબેશ ચલાવી છે. જેમાં કર્મચારીઓના યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) ને એક્ટિવ કરવાનો નિર્દેશ કર્યો છે. હવે આ સમયે મોટા ભાગના લોકોને સવાલ થઈ રહ્યો છે કે શું નોકરી બદલ્યા પછી UAN એક્ટિવેટ કરવું જરૂરી છે? આવો જાણીએ.
Critical Information!
Employees are not required to generate a new UAN when leaving their old employment. A member cannot have more than one UAN. There is no requirement for having a fresh UAN at all, in any case of unemployment or change of employment@mygovindia @PMOIndia…
— EPFO (@socialepfo) November 27, 2024
UAN એક્ટિવેટ કરવું જરૂરી છે?
મંત્રાલયે રિલીઝમાં જણાવ્યું કે પહેલા તબક્કામાં, એમ્પ્લોયરોએ ચાલુ નાણાકીય વર્ષમાં તેમના તમામ કર્મચારીઓ માટે 30 નવેમ્બર, 2024 સુધીમાં આધાર-આધારિત OTP દ્વારા UAN એક્ટિવ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. હવે તમને સવાલ થતો હશે કે જોબ બદલ્યા બાદ UAN એક્ટિવેટ કરવાની જરૂર છે ખરી? તો તમને જણાવી દઈએ કે જોબ બદલ્યા બાદ UAN એક્ટિવેટ કરવાની જરૂર નથી. આ સાથે નવું UAN જનરેટ કરવાની જરૂર નથી.
આ પણ વાંચો: ભારતમાં વાહનોની નંબર પ્લેટમાં કેટલા રંગો હોય છે? અલગ અલગ રંગનો શું છે અર્થ આવો જાણીએ
UAN શું છે?
UAN (યુનિવર્સલ એકાઉન્ટ નંબર) એ 12 અંકનો નંબર છે. જે કર્મચારીને ફાળવવામાં આવે છે. આ એવો આંકડો છે કે જે જીવનભર માન્ય રહે છે. જો તમે નોકરી ચેન્જ કરો છો તો પણ તે આંકડો તે જ રહેશે. આ કોડ તમને PF ઉપાડમાં મદદ કરે છે.