મુંબઈ સામેની મેચમાં હાર બાદ લખનૌના કેપ્ટન રિષભ પંત સહિત સમગ્ર ટીમને કેમ મળી સજા?

IPL 2025માં લખનૌ સુપર જાયન્ટ્સની ટીમને મુંબઈ ઇન્ડિયન્સ સામે 54 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં મુંબઈની ટીમ પહેલા બેટિંગ કરી હતી અને 215 રન બનાવ્યા હતા. જેના જવાબમાં લખનૌની ટીમ ફક્ત 161 રન બનાવવામાં સફળ રહી હતી. સ્લો આવર રેટને કારણે પંત અને પ્લેઇંગ ઇલેવનના તમામ ખેલાડીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
પંતને 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો
IPL આચાર સંહિતાના કલમ 2.22 હેઠળ સ્લો ઓવર રેટના ઉલ્લંઘન બદલ સજા ફટકારવામાં આવી છે. આ ટીમનો આ સિઝનમાં બીજો ગુનો છે. જેના કારણે ટીમના કેપ્ટન પંતને 24 લાખનો દંડ ફટકારવામાં આવ્યો અને તેની સાથે રહેલા . ઇમ્પેક્ટ ખેલાડી સહિત બાકીના પ્લેઇંગ ઇલેવનને 6 લાખ રૂપિયા અથવા તેમની મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. આ મેચમાં પંતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે આગળ જઈને ખોટો સાબિત થયો હતો.
આ પણ વાંચો: કૃણાલ પંડ્યાએ પોતાની મેચવિનિંગ ઇનિંગ્સનું ખોલ્યું રહસ્ય, કોહલી વિશે કહી આ મોટી વાત
લખનૌ સુપર જાયન્ટ્સ મુંબઈ ઈન્ડિયન્સ સામે પ્લેઈંગ 11:
આયુષ બદોની, દિગ્વેશ સિંહ રાઠી, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, પ્રિન્સ યાદવ, એડન માર્કરામ, મિશેલ માર્શ, નિકોલસ પૂરન, પંત (વિકેટકીપર/કેપ્ટન), અબ્દુલ સમદ, મયંક યાદવ.