ખંભાતમાં 7 વર્ષીય બાળકી પર રેપ વિથ મર્ડરના કેસમાં આરોપીને ડબલ ફાંસીની સજા

આણંદ: ખંભાતના કાણિસા ગામે બાળકી પર બળાત્કાર ગુજારી મોતને ઘાટ ઉતારનાર આરોપીને ખંભાત સેશન્સ કોર્ટે ડબલ ફાંસીની સજા ફટકારી છે. 7 વર્ષીય બાળકી પર બળાત્કાર ગુજારી મોતને ઘાટ ઉતારનાર આરોપીને ફાંસીની સજા ફટકારી આપવામાં આવી છે. નરાધમે વર્ષ 2019માં બેસતા વર્ષના દિવસે બિસ્કિટ અપાવવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ કામનાથ મહાદેવ મંદિરની પાછળ પાણીના કાંસમાંથી અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળ્યો હતો.
નરાધમે બિસ્કિટ આપવાની લાલચ આપી બાળકી પર બળાત્કાર ગુજારી મોતને ઘાટ ઉતારી કાંસમાં નાંખી દીધી હતી. ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે અર્જુન ઉર્ફે દડો અંબાલાલ ગોહેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. વર્ષ 2019ના બળાત્કાર અને મર્ડર કેસના આરોપી અર્જુન ઉર્ફે દડો અંબાલાલ ગોહેલને ખંભાત સેશન્સ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. સરકારી વકીલ રઘુવીર પંડ્યાએ ફાંસીની સજાની માહિતી આપી હતી.